Mouni Roy PHOTO: ટીવી એક્ટ્રેસ મૌની રૉયની તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે, ખરેખરમા એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ ફોટોશૂટનુ એક કોલાજ શેર કર્યુ છે, જેમાં કર્વી ફિગરને ફ્લૉન્ટ કરતી એક્ટ્રેસના લૂક પર ફેન્સ ફિદા થઇ ગયા છે. આનો વીડિયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે. 


'નાગિન' એક્ટ્રેસ મૌની રૉયનો આ નવા ફોટોશૂટનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, આમાં એક્ટ્રેસ એકદમ ટાઇગ ગાઉન પહેરીને ફોટોશૂટ કરાવી રહી છે. જેમાં તેની ટૉન્ડ સેક્સી બૉડી ફ્લૉન્ટ થઇ રહી છે. આ વીડિયો એક્ટ્રેસે ખુદ શેર કર્યો છે, જેમાં તે મેટાલિક સિક્વન ગાઉનમાં દેખાઇ રહી છે, આ બ્લેક ગાઉનની સાથે બેકગ્રાઉન્ડ પણ એકદમ બ્લેક છે. અને તેના પરથી તે એક પછી એક પૉઝ આપી રહી છે. અભિનેત્રીએ ઓફ શોલ્ડર ટાઈટ ફિટિંગ ગાઉન પહેર્યું હતુ.   




ખરેખરમાં આ વીડિયો એક ઇવેન્ટ દરમિયાનનો છે જ્યાં એક્ટ્રેસ મૌની રૉય આ મેટલિક સિક્વિન ગાઉન પહેરીને પહોંચી હતી, વીડિયોમાં મૌનીના ટાઈટ ગાઉન અને તેની સ્ટાઈલ જોઈને તેના ઘણા ચાહકોને મૌનીના એ દિવસો યાદ આવે છે જ્યારે તે ટીવી પર નાગીનનો રોલ કરતી હતી. દુબઈમાં એક એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અર્જુન કપૂર, આયુષ્માન ખુરાના, રણવીર સિંહ, ગોવિંદા, જાહ્નવી કપૂર, ભૂમિ પેડનેકર અને શહનાઝ ગિલ જેવા સ્ટાર્સે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મૌની રોય પણ હાજર હતી.




સોશિયલ મીડિયા પર, મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલ તો ક્યારેક બોલ્ડ અવતાર સાથે ધૂમ મચાવતી જોવા મળે છે.