મુંબઇઃ ટીવીની એક્ટ્રેસ મૌની રૉય અત્યારે ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઇને ખુબ ચર્ચામાં છે. સોશ્યલ મીડિયા પર તેની ચર્ચા હવે આલિયા ભટ્ટ સાથે સરખામણીને લઇને પણ થવા લાગી છે. જોકે, આ બધાની વચ્ચે મૌની રૉયે પોતાના ટ્રેડિશનલ લૂકથી બધાના દિલ જીતી લીધા છે. ટીવીની દુનિયાથી બૉલીવુડની દુનિયા સુધી સફર કરનારી મૌની રૉય હવે પોતાની બૉલ્ડનેસના કારણે ચર્ચામાં છે. તેને હૉટ એન્ડ બ્યૂટીફૂલ તસવીરો શેર કરી છે. 


તાજેતરમાં જ એક્ટ્રેસ મૌની રૉયે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે ઓરેન્જ કલરની આઉટફિટમાં હૉટ હસીના લાગી રહી છે. આ તસવીરોમાં મૌની રૉય એક ટેબલ પર બેસેલી છે અને કેમેરાની સાથે એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે. ફેન્સ આ પૉઝ પર ફિદા થઇ ગયા છે. આ લૂકને કમ્પલેટ કરવા માટે એક્ટ્રેસે ઇયરરિંગ્સ અને બંગળીઓ પહેરી રાખી છે, એટલુ જ નહીં તેને મિનિમલ મેકઅપ કર્યો છે, જે લૂકને વધુ નિખારી રહ્યો છે. 




સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ મૌની રૉયની આ તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે, ફેન્સ તસવીરો પર જુદીજુદી કૉમેન્ટ કરી રહ્યાં છે. આ બેકલેસ ડ્રેસમાં મૌની બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ લાગી રહી છે. તસવીરો શેર કરતા એક્ટ્રેસે લખ્યું- યાદગાર લમ્હે...




આ લેટેસ્ટ તસવીરોમાં જે સૌથી ખાસ વાત છે તે છે તેની ગૉલ્ડન કલરની સેન્ડલ્સ છે, જેમાં એક અલગ જ પ્રકારની ડિઝાઇન છે.