મુંબઇઃ ટીવીની લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ પ્રિયા આહૂજા (Priya Ahuja) ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. એક્ટ્રેસ હંમેશા પોતાના ફેન્સની સાથે આવી તસવીરો અને વીડિયો શેર કરતી રહી છે. હવે તેને પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે, જેમાં તે દરિયામાં બૉલ્ડ પૉઝ આપતી દેખાઇ રહી છે. 


તાજેતરમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરનો રોલ ભજવીને લોકપ્રિય બનેલી પ્રિયા આહૂજાની બોલ્ડ તસવીરો ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. ખરેખરમાં, એક્ટ્રેસ પ્રિયા આહૂજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે, તેના લેટેસ્ટ ફોટોશૂટની છે. એક્ટ્રેસે દરિયાની વચ્ચે યૉટમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરોમાં પ્રિયા દરિયાની વચ્ચે યૉટમાં જોવા મળી રહી છે, તેને બ્લેક રંગનું ક્રોપ ટોપ અને તે જ રંગનું હિપ્સ્ટર પહેરેલુ છે. 




ખાસ વાત છે કે, કેમેરાની સામે પ્રિયાએ કિલર લૂકમાં પોઝ આપતી અદા ફેન્સને ખુબ પસંદ આવી રહી છે, અને સોશિયલ મીડિયામાં આ લેટેસ્ટ ફોટોશૂટે તહેલકો મચાવી દીધો છે.


પ્રિયાએ તસવીરો શેર કરતા કહ્યું- માય બૉડી, માય શેર, માય રૂલ્સ. સોશિયલ મીડિયામાં આ તસવીરો વાઇરલ થઈ હતી. એક યૂઝરે લખ્યું કે, એકદમ હોટ અને ગોર્જિયસ, અન્ય એકે કમેન્ટ કરી હતી. ઉફફ રીટા રિપોર્ટર. બીજા યૂઝરે લખ્યું કે, હાય ગરમી…