મુંબઈઃ ટીવીના જાણીતા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ કોરોના કહેર મચાવી રહ્યો છે. સીરિયલમાં ભીડેનો રોલ કરતાં મંદાર ચાંદવાદકર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ મંદાર અને તેનો પરિવાર હોમ ક્વોરન્ટાઈન છે અને સારવાર ચાલી રહી છે. પોતાના સ્વાસ્થ્યને લઈ મંદારે વિસ્તારથી વાત કરી છે. તેણે જણાવ્યું કે, હળવા લક્ષણો છે અને ઝડપશી સ્વસ્થ થવાની કોશિશ કરી રહ્યો છે.
તેણે કહ્યું કે, ડોક્ટરે સૂચવેલા તમામ નિયમોનું પાલન કરી રહ્યો છે તથા બીએમએસીએ જે સૂચના આપી તેને ફોલો કરી રહ્યો છું. મારું સ્વાસ્થ્ય ઠીક છે અને રાહત અનુભવી રહ્યો છું. મેં પહેલા જ મારી જાતને આઇસોલેટ કરી લીધી હતી. ટેસ્ટ રિપોર્ટ્સ આવતા પહેલા જ મેં આ પગલું લીધું હતું. કારણકે મને લાગતું હતું કે મને ઈન્ફેકશન થયું છે. હાલુ હું અને મારી ફેમિલી એકબીજાનો ખ્યાલ રાખી રહ્યા છીએ અને જલદી શૂટિંગ શરૂ કરીશ.
આ પહેલા તારક મહેતામાં સુંદરલાલનું પાત્ર ભજવતાં અમદાવાદી મયૂર વાકાણીને પણ કોરોના થયો હતો અને હાલ તેઓ સારવાર હેઠળ છે.
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. શનિવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 40,953 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે. આ મહામારીથી શનિવારે 188 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,15,55,284 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 1,11,07,332 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,88,394 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,59,558 પર પહોંચ્યો છે.
દેશમાં 4 કરોડ 20 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.
Surat: મ્યુનિસિપલ કમિશ્નરનો સપાટો, આરોગ્ય વિભાગના કર્મચારીએ સરખી રીતે માસ્ક ન પહેરતાં ફટકાર્યો દંડ
પત્નિની સંભાળ લેતી યુવતી પાસે પુરૂષ સૂઈ ગયો, યુવતીને નગ્ન કરીને બાંધ્યા શરીર સંબંધ ને...........