ટેલિવૂડ:ટીવીના પોપ્યુલર કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ તાજેતરમાં જ તેના ત્રણ હજાર એપિસોડ પૂરા કર્યાં છે. આ રીતે આ શોએ 12 વર્ષ પુરા કર્યાં છે.  જો કે  ખડખડાટ હસાવતા આ શોમાં દર્શકો દયાબેન મિસ કરી રહ્યાં છે.

મેટેરનિટી બ્રેક લેતા દિશા વાકાણીએ આ શો છોડ્યો હતો. જો કે શો  છોડ્યાને ત્રણ વર્ષ જેટલો સમય વિતી ગયો છે. અને તેના ફેન્સ દયાબેનની વાપસીની અટકળો લગાવતા રહે છે. જો કે આ સમય દરમિયાન શોના પ્રોડ્યુસર સાથે અને દિલીપ જોશી સાથે તેમની સેલ્ફ વાયરલ થતાં દિશા વાકાણીની વાપસીના અટકળો તેજ થઇ છે.

મેકર્સે કર્યો દિશા વાકણીનો સંપર્ક

ગત વર્ષે લોકડાઉન હટી ગયા બાદ એવા સમાચાર મળ્યાં હતા કે, શોના મેકરે દિશાની મુલાકાત કરી હતી. આ સમયે એવી અટકળ હતી કે, દિશા શોમાં પરત ફરશે પરંતુ એવું ન થયું. નવરાત્રિના એપિસોડમાં દિશાની રીએન્ટ્રીને લઇને પણ અફવા તેજ હતી. જો કે એવું જોવા ન મળ્યું. વેક્સિનેશન બાદ દિશા શોમાં ફરી કામ કરશે એવા પણ કયાસ લગાવવામાં આવ્યા હતા જો કે વેક્સિનેશન બાદ પણ દિશાની એન્ટ્રી નથી થઇ.



આ તસવીર વાયરલ

હાલ તારક મહેતના ઉલ્ટા ચશ્માની એક જુની તસવીર વાયરલ થઇ છે. જેમાં દિલીપ જોશી, પ્રોડ્યુસર અસિત મોદી અને બબીતા સાથે દિશાવાકાણી જોવા મળે છે. ફેન્સ આ વાયરસ તસવીર પરથી દિશા વાકાણીની વાપસીની આશા સેવી રહ્યાં છે.