Sidharth Shukla Death Anniversary: આજથી ઠીક એક વર્ષ પહેલા એટલે કે 2 સપ્ટેમ્બર, 2021ના દિવસે એક કરુણ ઘટી હતી. આજના દિવસે બિગ બૉસ ફેમ (Big boss) સ્ટાર સિદ્ધાર્થ શુક્લાનું મોત થઇ ગઇ ગયુ હતુ. આ આઘાતજનક સમાચારે આખી ઇન્ડસ્ટ્રીમાં સોંપો પાડી દીધો હતો, કેમ કે સિદ્ધાર્થ શુક્લા એક સ્ટાર યુવા એક્ટર હતો, અને તેનુ નાની ઉંમરમાં હાર્ટ આવવાથી નિધન થયુ હતુ. તેની ઉંમર માત્ર 40 વર્ષની જ હતી.
સિદ્ધાર્થ શુક્લાના મોતની ખબરથી તેના પરિવારના સાથે સાથે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સન પણ આઘાતમાં આવી ગયા હતા. કહેવાઇ રહ્યું છે કે તેની પ્રેમિક શહનાઝ ગિલના ખોળમાં જ સિદ્ધાર્થ શુક્લાનુ મોત થયુ હતુ. સિદ્ધાર્થ શુક્લાના મોત બાદ શહનાઝ પણ આઘાતમાં સરી પડી હતી, જોકે બાદમાં બધુ ઠીક થઇ ગયુ હતુ.
સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ એકબીજાના રિલેશનમાં હતા, પરંતુ ક્યારેય બન્નેએ પોતાના સંબંધોને ખુલ્લા ન હતા કર્યા, તે બન્ને એકબીજાને સ્વીકાર હતા પરંતુ અધિકારીક રીતે જાહેર ન હતા કર્યા.
સિદ્ધાર્થ શુક્લા હાર્ટ એટેકથી થયુ હતુ મોત -
ગયા વર્ષે 2 સપ્ટેમ્બર, 2021ના દિવસે લોકપ્રિય ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન હાર્ટ એટેકના કારણે મોત થયુ હતુ, મુંબઈની કૂપર હોસ્પિટલમાં તેના મૃતદેહનો પૉસ્ટમૉર્ટમ કરવામાં આવ્યુ હતુ, બાદમાં તેના પરિવારને સોંપવામા આવ્યો હતો.
સિદ્વાર્થ શુક્લા એક ઉમદા કલાકાર હતો -
સિધ્ધાર્થ શુકલાએ 2005માં વિશ્વનના શ્રેષ્ઠ મોડલનું ટાઈટલ જીત્યું હતું. આ સ્પર્ધામાં એશિયા, લેટિન અમેરિકા અને યુરોપના 40 કરતાં વધારે ટોચના મોડલે ભાગ લીધો હતો. સિધ્ધાર્થ શુકલાની વય એ વખતે માત્ર 25 વર્ષ જ હતી. 2008મા ટીવી સીરિયલ બાબુલ આંગન છૂટે ના દ્વારા અભિનયની શરૂઆથ કરનારા સિધ્ધાર્થ શુકલાએ 2014માં હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મ દ્વારા ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં હીરો તરીકે વરૂણ ધવન હતો ને હીરોઈન આલિયા ભટ્ટ હતી.
સિદ્ધાર્થ શુક્લાને ટીવી સિરિયલ બાલિકા વધુથી લોકપ્રિયતા મળી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તે સિરિયલ દિલ સે દિલ તકમાં પણ જોવા મળ્હયો હતો. તેણે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
તેને બિગ બોસ 13થી ઘણી ખ્યાતિ મળી. પંજાબી અભિનેત્રી શહનાઝ ગિલ સાથેની તેમની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બંને તાજેતરમાં બિગ બોસ OTTમાં પણ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો.......
Edible oil price : પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, હવે કેટલો થયો ભાવ?
INS Vikrant: PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યો, કહ્યું- પડકારો અનંત છે, તો જવાબ છે વિક્રાંત
WhatsAppમાં આવ્યુ કમાલનુ ફિચર, હાથમાં બાંધેલી ઘડીયાળથી જ થશે વૉઇસ કૉલિંગ, જાણો શું કરવુ પડશે