Shoaib Ibrahim Upcoming Show Ajooni: નાના પડદાના જાણીતા એક્ટર શોએબ ઇબ્રાહિમ (Shoaib Ibrahim) છેલ્લા કેટલાય વર્ષોચી ટીવી ઇન્ડસ્ટ્રીમાં ગાબય હતો, અને મ્યૂઝિક આલ્બમ બનાવી રહ્યો હતો, તેને છેલ્લીવાર સીરિયલ ઇશ્ક મે મરજાવાંમાં જોવામાં આવ્યો હતો. હવે લગભગ 3 વર્ષ બાદ એક્ટર નાના પડદા પર વાપસી કરી રહ્યો છે. શોએબ ઇબ્રાહિમ શૉ ‘અજૂની’ (Ajooni)માં દેખાશે. આ જલદી સ્ટાર ભારત પર પ્રસારિત કરવામાં આવશે, જેમાં શોએબ ઇબ્રાહિમ મુખ્ય ભૂમિકામાં દેખાશે.
શોએબ ઇબ્રાહિમનો અજૂની શૉ -
શોએબ ઇબ્રાહિમે તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાના અપકમિંગ શૉ વિશે વાત કરી છે, સાથે જ આને લઇને પોતાની એક્સાઇટમેન્ટ વ્યક્ત કરી છે. ઇ-ટાઇમ્સ સાથે વાતચીત કરતાં તેને કહ્યું કે, - સાડા ત્રણ વર્ષ બાદ ટીવી પર વાપસી કરવાને લઇને હું ખુબ વધારે એક્સાઇટેડ છું, એટલુ જ નહીં હું શૉ અજૂની મારી ભૂમિકા ‘રાજવીર’ને લઇને પણ ખુબ ઉત્સાહિત છું કેમ કે આ મારો એકદમ અલગ રૉલ છે. મે પહેલા આવો રૉલ પ્લે નથી કર્યો. જ્યારે મને આ રૉલ ઓફર કરવામાં આવ્યો ત્યારે મને ખબર હતી કે મેન કેટલીય રીતે ખુદને તૈયાર કરવો પડસે. હું દર્શકોની સામે આવવા અને તેમની પ્રતિક્રિયા જાણવા માટે બેસબ્રીતી ઇન્જતાર કરી રહ્યો છું.
આ સીરિયલ્સથી શોએબ ઇબ્રાહિમને મળી હતી ઓળખ -
શોએબ ઇબ્રાહિમ ‘જીત ગઇ તો પિયા મોરે’, ‘કોઇ લોટ કે આયા હૈ’, ‘રહના હૈ તેરી પલકો કી છાંવ મે’ જેવી સીરિયલોમાં કામ કર્યુ છે. તેને અસલી ઓળખ ‘સસુરાલ સિમર કા’માંથી મળી છે. જેમાં તેને પોતાની પત્ની દીપિકા કક્કડ (Dipika Kakar)ની સાથે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
આ પણ વાંચો........
રાજ્યમાં ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની કુલ 10 ટીમો તૈનાત
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર
Astrology: શનિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકનો નવી નોકરી અને પ્રમોશન માટેનો ઇંતેજાર થશે ખતમ
LPG Cylinder Price Hike: આમ આદમીને મોંઘવારીનો મોટો ઝાટકો, LPGની કિંમતમાં થયો મોટો વધારો
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા
Fengshui Tips for Money: ધનને આકર્ષવા માટે ફેંગસૂઇની આ ટિપ્સને અનુસરો, વૈભવમાં થઇ જશો માલામાલ