TV એક્ટ્રેસીસની કમાણી હોલીવુડની હીરોઈનોથી પણ વધુઃ સોફિયા નંબર 1, વર્ષની કમાણી 270 કરોડ, ટોપ 10 TV એક્ટ્રેસ કઈ ?
8.5 મિલિયન ડોલરની કમાણી સાથે પોલી પેર્રેટ કમાણી મામલે 10મા ક્રમ પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App9 મિલિયન ડોલરની કમાણી રોબિન રાઇટ નવમા ક્રમ પર છે.
પ્રિયંકા ચોપરા આ યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય એક્ટ્રેસ છે. તેણે ક્વોન્ટિકો મારફતે કરેલી કમાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રિયંકા ચોપરા 10 મિલિયન ડોલરની કમાણી સાથે યાદીમાં આઠમા ક્રમે છે.
ટીવી એક્ટ્રેસ કેરી વોશિંગ્ટન 11 મિલિયન ડોલરની કમાણી સાથે ફોર્બ્સની યાદીમાં સાતમા ક્રમે છે.
12 મિલિયન ડોલરની કમાણી સાથે જૂલી બોવેન છઠ્ઠા નંબર પર છે.
મેરિસ્કા હાર્ગિટેવ 12.5 મિલિયન ડોલરની કમાણી સાથે ફોર્બ્સની લિસ્ટમાં પાંચના નંબર પર છે.
ટીવી એક્ટ્રેસ એલન પોમપેઓ 13 મિલિયન ડોલરની કમાણી સાથે ચોથા નંબર પર છે.
13 મિલિયન ડોલરની કમાણી સાથે મિન્ડી કલિંગ આ યાદીમાં ત્રીજા નંબર પર છે.
26 મિલિયન ડોલરની કમાણી સાથે કેલી કાઉકો આ યાદીમાં બીજા નંબર પર છે. કેલી ધ બેંગ બેંગ થિયરીમાં એક એપિસોડના એક મિલિયન ડોલર કમાય છે.
છેલ્લા છ વર્ષથી સોફિયા સૌથી વધુ કમાણી કરનારી ટીવી એક્ટ્રેસ રહી છે. ફોર્બ્સે જૂન 2016થી લઇને જૂન 2017 વચ્ચે કરેલી કમાણીનો સમાવેશ કર્યો છે. સોફિયાએ એક વર્ષમાં 41.5 મિલિયનની કમાણી કરી છે જે સૌથી વધુ કમાણી કરનારી હોલિવૂડ એક્ટ્રેસ એમ્મા વોટ્સન કરતા વધુ છે. એમ્મા વોટ્સને એક વર્ષમાં 26 મિલિયનની કમાણી કરી હતી. સોફિયાને પોતાના રોલને કારણે નહી પરંતુ બે લાયસન્સ ડિલ અને ઉબેર પોપ્યુલર લાઇન ઓફ પરફ્યુમને કારણે કમાણી થઇ છે. (આગળની સ્લાઇડમાં જુઓ સૌથી વધુ કમાણી કરતી અન્ય એક્ટ્રેસની જાણકારી)
ન્યૂયોર્કઃ ફોર્બ્સ મેગેઝીન દ્ધારા વર્ષ 2017માં સૌથી વધુ કમાણી કરનારી ટીવી એક્ટ્રેસની યાદી જાહેર કરી હતી. ફોર્બ્સ મેગેઝીનના મતે કમાણી મામલે કેટલીક ટીવી એક્ટ્રેસ હોલિવૂડની એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે. આ યાદીમાં સૌથી વધુ કમાણી કરવા મામલે સોફિયા વેર્ગેરા પ્રથમ નંબર પર છે. બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા 10 મિલિયન ડોલરની કમાણી સાથે આઠમા ક્રમે રહી છે. પ્રિયંકાએ ‘ક્વોન્ટિકો’માં કરેલી કમાણીને સામેલ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -