જોકે આ મામલે અમી ત્રિવેદીનો સપંર્ક કરવા આવ્યો તો તેણે દયાબેનના ભૂમિકાની ઓફર થઈ હોવાની વાત ખોટી ગણાવી છે. પરંતુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પોતાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને લખ્યું છે કે, મેકર્સ દિશા વાકાણીની જગ્યાએ અમી ત્રિવેદીને લાવાવનું વિચારી રહ્યા છે. અમીએ કહ્યું, ‘ના આ રોલ માટે મારો સંપર્ક રકવામાં આવ્યો નથી. પરંતુ મને મારા મિત્રો કહી રહ્યા છે કે આ રોલ મારે કરવો જોઈએ. દયાબેનનું કેરેક્ટર મારા પર શૂટ થશે. હાલમાં મને રોલ માટે ઓફર મળી નથી. ન તો મેકર્સે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે.’
જ્યારે અમીને પૂછવામાં આવ્યું કે શું મેકર્સ દ્વારા સંપર્ક કરવા પર તે દયાબેનની ભૂમિકા ભજવશે? જવાબમાં અમીએ કહ્યું કે, આ એક મોટી જવાબદારી હશે. કોઈપણ કલાકાર માટે દિશા વાકાણીની ભૂમિકા ભજવવી મુશ્કેલ હશે. મને વિશ્વાસ છે કે જે પણ એક્ટ્રેસ દિશાને રિપ્લેસ કરશે તેને શરૂઆતમાં અનેક ટીકાઓનો સામનો કરવો પડશે. કારણ કે દિશા 10 વર્ષથી તારક મેહતા સાથે જોડાયેલ હતી. લોકો તેને પ્રેમ કરે છે. જ્યાં સુધી આ માટે મારો સંપર્ક કરવામાં નહીં આવે ત્યાં સુધી હું કંઈ જ ન કરી શકું.