Tv Actor Death:હિન્દી અને તમિલ ટીવી ઈન્ડસ્ટ્રીમાં  અભિનેતા પવન સિંહનું નિધન થયું છે. તેઓ માત્ર  25 વર્ષના હતા. રિપોર્ટ્સ અનુસાર તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક છે. જણાવવામાં આવી રહ્યું છે કે, 18 ઓગસ્ટ શુક્રવારે પવન સિંહ ઘરે જ હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. અહેવાલો અનુસાર, પવનને શુક્રવારે સવારે 5 વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પવનના મૃત્યુથી હિન્દી અને તમિલ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.           


પવન સિંહ કર્ણાટકના માંડ્યા જિલ્લાનો હતો


અહેવાલો અનુસાર પવન સિંહ કર્ણાટકના માંડ્યા જિલ્લાનો રહેવાસી હતો. તેમની માતાનું નામ સરસ્વતી અને પિતાનું નામ નાગરાજુ છે. મોત બાદ હવે તેમના પરિવારના સભ્યો અને મિત્રો તેમના મૃતદેહને માંડ્યા લઈ જવાની તૈયારી કરી રહ્યા છે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કહેવાય છે કે પવન સિંહ કામ માટે અહીં કર્ણાટકથી મુંબઈ આવ્યો હતો અને પરિવાર સાથે અહીં રહેતો હતો.                                      


પવન સિંહના નિધન પર લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી


પવન સિંહના નિધન પર તેમના સાથીદારો અને ચાહકોએ શોક વ્યક્ત કર્યો છે. સમાજના અન્ય પ્રતિષ્ઠિત લોકો પણ શોક વ્યક્ત કરી રહ્યા છે. માંડ્યાના ધારાસભ્ય એચટી મંજુ, ભૂતપૂર્વ ધારાસભ્ય કેબીઈ ચંદ્રશેખર, ભૂતપૂર્વ પ્રધાન કેસી નારાયણ ગૌડા, ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રકાશ TAPCMS અધ્યક્ષ બીએલ દેવરાજુ, કોંગ્રેસ નેતા બુકનાકેરે વિજય રામાગૌડા, બ્લોક કોંગ્રેસ પ્રમુખ બી નાગેન્દ્ર કુમાર, જેડીએસ નેતા અક્કીહાબાલુ રઘુ અને યુવા જનતા દળના રાજ્યકક્ષાના નેતા સચિવ કુરુબહલ્લી નાગેશ સહિત અનેક લોકોએ પવન સિંહને શ્રદ્ધાંજલિ આપી છે. જણાવી દઈએ કે તાજેતરમાં કન્નડ ફિલ્મ અભિનેતા વિજય રાઘવેન્દ્રની પત્ની સ્પંદનાનું પણ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. પવન સિંહના નિધનથી દક્ષિણ ભારતીય ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


આ પણ વાંચો


ગુજરાતના આ પ્રસિદ્ધ યાત્રાધામમાં ફરી પ્રસાદ મામલે સર્જાયો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો અને ભક્તોની માંગણી


IND vs IRE 1st T20I: ટી20 સિરીઝમાં ભારતની શાનદાર શરુઆત, આયર્લેન્ડને બે રને હરાવ્યું


Gujarat Monsson: રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, આજે અહીં થશે મેઘમહેર


Shani Dosh Upay: કુંડળીમાં શનિની બગડેલી દશાને કેવી રીતે કરશો ઠીક ? જાણો શનિના મુખ્ય ઉપાય