ટાઈગર શ્રોફની ફિલ્મ ‘સ્ટૂડેન્ડ ઑફ ધ ઈયર-2’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો ક્યારે થશે રિલીઝ?
સૂત્રો અનુસાર, માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની રિલીઝ તારીખને અક્ષય કુમાર અને રજનીકાંત સ્ટારર ફિલ્મ ‘2.0’ના કારણે તારીખ લંબાવી દેવામાં આવી છે. જો કે ફિલ્મ નિર્માતાએ હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આવ્યું નથી. અક્ષયની ફિલ્મ 29 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મ 2012માં આવેલી રોમેન્ટિક કૉમેડી ફિલ્મ ‘સ્ટૂડેન્ડ ઑફ ધ ઈયર’ની સીક્વલ છે. જેનું નિર્દેશન કરણ જોહરેજ કર્યું હતું. ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.
કરણ જોહરે સોમવારે ટ્વિટ કર્યું કે, “‘સ્ટૂડેન્ડ ઑફ ધ ઈયર’ની રિલીઝની નવી તારીખ આવી ગઈ છે. એડમિશન હવે 2019ની ગર્મીઓમાં થશે.”
મુંબઈ: ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ ‘સ્ટૂડેન્ડ ઑફ ધ ઈયર’ની રિલીઝ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મમેકર કરણ જોહરના આ ફિલ્મ આ વર્ષે 23 નવેમ્બરમાં રિલીઝ થવાની હતી જેની તારીખ લંબાવવામાં આવી છે અને તે આગામી વર્ષે 10 મેના રોજ રિલીઝ થશે.
‘સ્ટૂડેન્ડ ઑફ ધ ઈયર-2’નું નિર્દેશન પુનીત મલ્હોત્રા કરી રહ્યા છે. જેમાં ટાઈગર શ્રોફ સાથે તારા સુતારિયા અને અનન્યા પાંડે પણ છે. જે આ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -