Sonali Phogat Death: ભાજપ નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું (Sonali Phogat) 23 ઓગષ્ટના રોજ ગોવામાં (Goa) હાર્ટ એટેકથી મૃત્યું થયું હતું. સોનાલીનું હાર્ટ એટેકથી (Heart Attack) નિધન થવાના સમાચાર અંગે સોનાલીની બહેને શંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ સામાન્ય મોત નથી. ત્યારે હવે સોનાલીના ભાંણેજે મોટો ખુલાસો કર્યો છે.


સોનાલીના પર્સનલ સેક્રેટરી સુધીર સાંગવાન પર આરોપઃ


સોનાલી ફોગાટના ભાંણેજ એડવોકેટ વિકાસે સોનાલી ફોગાટના મોત અંગે સોનાલીના પર્સનલ સેક્રેટરી સુધીર સાંગવાનને જવાબદાર ગણાવ્યો છે. એડવોકેટ વિકાસે સુધીર સાંગવાન પર આરોપ લગાવતાં કહ્યું કે, તેણે સોનાલી ફોગાટના મોતનું ષડયંત્ર રચ્યું છે. એટલું જ નહી, વિકાસનું કહેવું છે કે, સુધીર સાંગવાનના કહેવા પર અહિં ફાર્મ હાઉસ પરથી લેપટોપ અને જરુરી સામાન ઉઠાવી લીધો છે જેમાં બધો ડેટા અને જમીન અને પ્રોપર્ટીના દસ્તાવેજ સચવાયેલ હતા.


એડવોકેટ વિકાસે પોતાના નિવેદનમાં વધુ જણાવ્યું કે, તેની સાથે સુધીર સાંગવાનની વાતચીત પણ થઈ હતી અને તે વારંવાર સોનાલી ફોગાટના નિધન અંગે પોતાનું નિવેદન સતત બદલી રહ્યો છે. આમ સોનાલી ફોગાટના ભાંણેજ એડવોકેટ વિકાસ પર તેના મોત અંગે ગંભીર આરોપ લગાવ્યા છે.


જમ્યા પછી થઈ હતી બેચેનીઃ સોનાલીની બહેન


જણાવી દઈએ કે, ગઈકાલે સોનાલી ફોગાટના નિધન બાદ તેની બહેન રમને ષડયંત્રનો આરોપ લગાવતાં કહ્યું કે, સોનાલીને જમ્યા પછી બેચેની અનુભવી હતી અને તેણીએ મમ્મીને પણ આ વિશે જણાવ્યું હતું. સોનાલીની બહેનના આ નિવેદન બાદ અંજુના પોલીસે અપ્રાકૃતિક મોતનો કેસ નોંધ્યો હતો. જણાવી દઈએ કે, 23 ઓગષ્ટના રોજ સવારે 9 વાગ્યે સોનાલી ફોગાટને ગોવામાં આવેલા અંજુના વિસ્તારના સેન્ટ એન્થની હોસ્પિટલમાં લવાઈ હતી જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી.


આ પણ વાંચોઃ


Gujarat Agriculture Scheme: ગુજરાતમાં પપૈયાની ખેતી કરતાં ખેડૂતોને રાજ્ય સરકાર આપે છે આટલી સહાય ? જાણો વિગત


Helmet Cleaning Tips: શું તમારું હેલ્મેટ ગંદુ થઈ ગયું છે ? આ ટિપ્સ અપનાવીને બનાવો નવા જેવું


Gujarat Rains: સાબરમતી નદીમાં પાણી આવતા ઇડરનું સપ્તેશ્વર મંદિરનું ગર્ભગૃહ પાણીમાં ગરકાવ, જુઓ તસવીરો