જો હું આ ઉંમરે Kiss કરું તો....! કિસિંગ સીન વિવાદને લઈને ટીવી અભિનેત્રીએ શું કહ્યું, જાણો વિગત
સીરિયલ ‘તુ આશિકી’માં પંક્તિના પાત્રમાં જન્નત જુબૈર રહમાની અને અહાનના રોલમાં રિત્વિક અરોરા છે. અત્યારે સીરિયલની ટીઆરપી સારી આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: પોપ્યુલ ટીવી સીરિયલ ‘તું આશિકી’ના ઓનસ્ક્રીન કિસિંગ વિવાદનો ઉકેલ આવી ગયો છે. જન્નતના માતા-પિતાની જીદ સામે મેકર્સ માની ગયા હતા અને અભિનેત્રીને આવા સીન્સ ના કરવાની વાતને માની હતી. આ કોન્ટ્રોવર્સી પર હવે પંક્તિનો પાત્ર ભજવનાર 16 વર્ષની જન્નત જુબૈરે શું નિવેદન આપ્યું હતું. કિસિંગ કોન્સ્ટ્રોવર્સી કેવી રીતે શરૂ થયો તેના વિશે શું વિચારે છે જન્નત.
જન્નતનું કહેવું છે કે, જે દિવસે આ વિવાદ ચાલી રહ્યો હતો તે દિવસે મેકર્સનું વલણ તેના પ્રત્યે સારું હતું. તેણે કહ્યું કે મને કોઈ મુશ્કેલી નથી થઈ. ચાલી રહેલા આ કોન્ટ્રોવર્સીને કારણે મેકર્સ મને રિપ્લેસ કરવા માંગતા હતાં. ઘણી અભિનેત્રીઓને બોલાવવામાં પણ આવી હતી. પરંતુ મારું NOC આપ્યા વગર મને રિપ્લેસ કરી શકે નહીં.
હું એવું કંઈ પણ નહીં કરું જેના માટે મારી પર દબાણ કરવામાં આવે અને મને પરેશાન કરવામાં આવે. હું આ મામલે બહુ મોટા સીન ક્રિએટ કરી શકતી હતી પરંતુ મેં આવું કર્યું નહીં.
મને ખબર છે કે આ પ્રોફેશનમાં મને સ્ટોરી લાઈનના આધારે આવા સીન કરવા પડે. પરંતુ આ માટે પહેલા મને મારી ઉંમર સુધી પહોંચવા દેવામાં આવે. હું ફક્ત 16 વર્ષની જ છું. ત્યારે મને લાગે છે કે દરેક લોકોને પોતાની શરતો પ્રમાણે કામ કરવું જોઈએ, જે દિલ કહે તે જ કરવું જોઈએ.
જન્નતનું કહેવું છે કે હું આવા સીન નથી કરતી તેની પાછળ સૌથી મોટું કારણ એ છે કે બહુ બાળકો મને ફોલો કરે છે. જેવી રીતે મારું ડ્રેસિંગ સેંસ અને મારી એક્ટિવિટી. આ માટે હું હંમેશા માટે એક સારી મિસાલ રજુ કરવા માગું છું. 16 વર્ષની ઉંમરમાં આ બધું કરીને હું તેમને ખોટો સંદેશ આપવા માંગતી નથી.
કહાનીની ડિમાન્ડને જોતા મેં આવું કરવા પણ દીધું. પરંતુ ત્યાર બાદ કહેવામાં આવ્યું કે ગાલ અને ગળા પર પણ કિસ કરવાની છે, ત્યારે મેં ના પાડી દીધી. મારી માતાને ખબર હતી કે હું આ બધું કરવામાં કન્ફર્ટેબલ નથી. જ્યારે કેવી રીતે એક માતા પોતાની સગીર પુત્રીને આ બધું કરવાની પરવાનગી આપે?
તેણે જણાવ્યું હતું કે, મારા કોન્ટ્રાક્ટમાં એ પણ લખવામાં આવ્યું છે કે, હું કોઈ ઈન્ટીમેટ સીન કરીશ નહીં. પરંતુ ધીરે-ધીરે આવા સીન અંદર જોવા મળ્યા હતાં. એક સીનમાં અહાનને મારા હાથ અને માથા પર કિસ કરવાની હતી.
આ વિવાદ કેવી રીતે શરૂ થયો તે અંગે અભિનેત્રીએ જણાવ્યું હતું કે, આ બધું હોળીની સિક્વેન્સ દરમિયાન શરૂ થયું હતું, જ્યારે મેકર્સે અહાનને મને કિસ કરવાનું કહ્યું અને મારા ફેસ અને ગળાના ભાગેથી ગુલાલ હટાવવાનું કહ્યું. સગીરા હોવાને કારણે મને આ સારું લાગ્યું નહીં અને આ સીન માટે હું કન્ફર્ટેબલ નહોતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -