જુનાગઢ: જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીની પૌત્રીની આજે અંતિમયાત્રા નીકળી હતી. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી જવાહર ચાવડા જોડાયા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય લલિત વસોયા, હર્ષદ રીબડીયા, બાબુભાઈ વાજા પણ અંતિમ યાત્રામાં જોડાયા હતાં અને શોક વ્યક્ત કર્યો હતો. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીની પૌત્રીનું બે દિવસ પહેલા હૈદરાબાદ પાસે માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું.
પરીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જુનાગઢના નાગરિકો જોડાયા હતા. આ દુ:ખદ પ્રસંગે જુનાગઢના સંતો-મહંતોએ પણ હાજર રહ્યા હતાં. બધાંએ ભારે હૃદયે નાનકડી પરિને અશ્રુભીની વિદાય આપી હતી.
જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પરિવારના કુલ 7 સભ્યો આંધ્રપ્રદેશ ફરવા ગયા હતાં. હૈદરાબાદથી 70 કિલોમીટર દૂર કાર અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ અકસ્માતમાં મનોજ જોશીના પુત્રી અને ભીખાભાઈ જૌશીના પૌત્રી પરી જોશીનું મોત નિપજ્યું હતું જ્યારે પરિવારના અન્ય ઈજાગ્રસ્ત સભ્યોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
જૂનાગઢના MLAની પૌત્રીની અંતિમયાત્રા નીકળી, જાણો કોણ-કોણ જોડાયું
abpasmita.in
Updated at:
20 May 2019 04:05 PM (IST)
પરીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જુનાગઢના નાગરિકો જોડાયા હતા. આ દુ:ખદ પ્રસંગે જુનાગઢના સંતો-મહંતોએ પણ હાજર રહ્યા હતાં. બધાંએ ભારે હૃદયે નાનકડી પરિને અશ્રુભીની વિદાય આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -