'મહાભારત' પર બનશે 1000 કરોડની મેગા ફિલ્મ, જાણો કોણ બનાવી રહ્યું છે ભારતની સૌથી મોંઘી ફિલ્મ?
યુએઈ સ્થિત ઉદ્યોગપતિ અને દાતા ડો. બી આર શેટ્ટીએ રૂ. 1000 કરોડના રોકાણ સાથે એમ ટી વાસુદેવન નાયરની મહાભારત પર આધારિત જ્ઞાનપીઠ વિજેતા નવલકથા રંદામૂઝમ (ધ સેકંડ ટર્ન બીજો વારો) પર આધારિત સૌથી ભવ્ય ફિલ્મ નિર્માણ કરવાની આજે જાહેરાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મનું બે ભાગમાં નિર્માણ કરાશે અને તે સપ્ટેમ્બર સુધી ફ્લોર પર જશે અને 2020ની શરૂઆતમાં થિએટરમાં જોવા મળશે. ફિલ્મનો પ્રથમ ભાગ રિલીઝ થયા પછી 90 દિવસ બાદ બીજો ભાગ રિલીઝ કરાશે. ફિલ્મ મુખ્યત્વે હિંદી, મલયાલમ, તમિળ, તેલુગુ અને અંગ્રેજીમાં રહેશે અને બધી ભારતીય ભાષા અને મુખ્ય વિદેશી ભાષાઓમાં ડબ કરાશે.
મહાભારતની પ્રાચીન સંસ્કૃત આવૃત્તિ ઘણા બધા દાયકાઓથી અલગ અલગ ફોર્મેટમાં ક્રિયાત્મક રીતે અપનાવવાના વિષયે ચર્ચા થાય છે. ડો. બી આર શેટ્ટી (નિર્માતા), એમ ટી વાસુદેવન નાયર (લેખક અને પટકથા) અને વી શ્રીકુમાર મેનન (ડાયરેક્ટર)ની મુખ્ય ભારતીય ટીમ ધર્મગ્રંથની પવિત્રતા અને પ્રતીકાત્મક દરજ્જાનું માન જળવાઈ રહે તેની ખાતરી રાખશે.
ફિલ્મમાં કલાકારો અને ક્રુની દષ્ટિએ ભારતીય અને વૈશ્વિક ફિલ્મોની જાણીતી હસ્તીઓ એકસાથે જોવા મળશે. ફિલ્મ વિવિધ ખંડોને અનુકૂળ હોય તે રીતે બનાવવામાં આવશે. શેટ્ટીને વિશ્વાસ છે કે ફિલ્મનું દુનિયાભરમાં 100થી વધુ ભાષામાં ડબિંગ થશે અને 300 કરોડ દર્શકો આ ફિલ્મ નિહાળશે.
મુંબઈઃ દક્ષિણ ભારતમાં બનેલી બાહુબલી દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં છવાઈ ગઈ છે અને હવે એક વધુ મેગા બજેટની ફિલ્મનો પાયો દક્ષિણ ભારતમાં નાંખવામાં આવી રહ્યો છે જેનું બજેટ 1000 કરોડ રૂપિયાની આસપાસ રાખવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -