વર્ષો બાદ 'બેવફા બ્યૂટી' બનીને આ હૉટ એક્ટ્રેસ કરશે આઇટમ સૉન્ગ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્મિલા પર ફિલ્માવવામાં આવેલુ આ ગીત 23 માર્ચે રિલીઝ થશે, ફિલ્મના ડાયરેક્ટર અભિનવ દેવે ઉર્મિલાના આ ગીત પર કહ્યું, પહેલા મૂવીમાં કોઇ સૉન્ગ ન હતું, પણ જ્યારે આ ફિલ્મ વિશે ભૂષણ સાથે વાત થઇ રહી હતી, તો એવું લાગ્યું કે ફિલ્મમાં એવું ગીત હોવું જોઇએ જે ફિલ્મની કહાનીને આગળ લઇને જાય.
નોંધનીય છે કે, અભિનવ દેવ આ પહેલા ડેલ્હી-બેલી જેવી ફિલ્મ બનાવી ચૂક્યા છે. ઇરફાન ખાન ઉપરાંત ફિલ્મમાં દિવ્યા દત્તા, કીર્તિ કુલહારી અને અરુણોદય સિંહ પણ લીડ રૉલમાં છે. ફિલ્મ 6 એપ્રિલે રિલીઝ થઇ રહી છે.
તેમને કહ્યું, હું ફિલ્મમાં કોઇ આઇટમ નંબર ન હતો માંગતો, અમે એક એવું ગીત ઇચ્છતા હતા કે જેને ફિલ્મમાં હોવાનું અસ્તિત્વ હોય અને જે ફિલ્મની સ્ટૉરીને આગળ લઇ જાય. આ ગીત માટે અમને કોઇ આઇટમ ગર્લની જરૂર ન હતી અમને તો એક પરફોર્મર જોઇતી હતી. એક એવો ચહેરો હતો જે ખુબ લાંબા સમયથી ફિલ્મી પડદાથી દુર હતો. આવામાં મારા વિચાર પ્રમાણે ઉર્મિલા સૉન્ગ માટે એકદમ પરફેક્ટ લાગી.
એક્ટ્રેસ ઉર્મિલા જબરદસ્ત ડાન્સ મૂવ્સ માટે ફેમસ છે. પોતાના જમાનામાં તેને કેટલાક સારા ડાન્સ સૉન્ગ કર્યા છે. બેવફા બ્યૂટી સૉન્ગને પાવની પાન્ડે ગાયું છે અને અમિત ત્રિવેદીએ કમ્પૉઝ કર્યું છે. આના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે.
નવી દિલ્હીઃ 90ના દાયકાની હૉટ એક્ટ્રેસ ઉર્મિલા મોતોંડકર હવે લાંબા આરામ બાદ ફરીથી ફિલ્મી પડદા પર ચમકવા જઇ રહી છે. ઉર્મિલા માતોંડકર ઇરફાન ખાનની ફિલ્મ 'બ્લેકમેઇલ'માં બ્યૂટી ક્વિન બનીને પોતાનો ચાહકોને દિવાના કરી દેવા તૈયાર છે. મૂવીમાં એક્ટ્રેસ વેવફા બ્યૂટી ગીત પર ઠુમકા લગાવતી દેખાશે. મેકર્સ ઉર્મિલાના ફર્સ્ટ લૂકને રિલીઝ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -