IPLની જેમ શરૂ થશે ગુજરાત પ્રીમિયર લીગ, આ ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી લેશે ભાગ
વિજેતા ટીમને 51 લાખ રૂપિયા અને રનર્સ અપને 21 લાખ રૂપિયા આપવામાં આવશે. દરેક ભાગ લેનારી ટીમને પ્રાઈઝ મનીની સાથે બે લાખ રૂપિયા વધારાના આપવામાં આવશે. આ ટૂર્નામેન્ટ યુવા ખેલાડીઓ માટે એક મોટું પ્લેટફોર્મ હશે, કારણ કે તેમાં અનેક સીનિયર દિગ્ગજ પણ ભાગ લઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરેક ટીમમાં એક પૂર્વ ભારતીય ખેલાડી, ત્રણ પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી, 3 ન્યૂકેપ ખેલાડી અને ઘરેલુ સ્ટાર હશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 18 મેચ રવામાં આવશે. મોહમ્મદ કૈફ, ઓવેસ શાહ, હર્શલ ગિબ્સ, મખાયા નતિની, મુથૈયા મુરલીધનર, બ્રાયન લારા, એન્ડ્રુ સાયમન્ડ, એલિયસ્ટર કેમ્બેલ, રિકાર્ડો પાવોલ, ટીનો બેસ્ટ, જસ્ટન કેમ્પ, મેથ્યૂ હોગાર્ડ, ચાર્લ્સ કોન્વેન્ટ્રી, ફરવીજ મહરૂપ, ચમારા સિલ્વા, અજંથા મેન્ડિસ, પોલ એડમ્સ, જસ્ટિન કેમ્પ અને રમેશ પવાર જેવા ખેલાડી આ ટૂર્નામેન્ટમાં જોવા મળશે.
રસપ્રદ વાત એ છે કે આ ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા ભવ્ય ઓપનિંગ શેરેમની થશે, જેમાં બોલીવુડના ટોપ સ્ટાર પણ સામેલ થશે. છ પૂર્વ ભારતીય ખેલાડી, 18 આંતરરાષ્ટ્રીય ખેલાડી અને ઘરેલુ સ્ટાર આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.
ગુજરાત ક્રિકેટ એસોશિએશન દ્વારા ટૂંકમાં ગુજરાત પ્રીમિયર લીગની શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાત પ્રીમિયર લીગ સૂરત, અમદાવાદ અને રાજકોટમાં 28 મેથી 10 જૂનની વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટમાં છ ટીમ સામેલ થશે.
નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં ટી20 લીગની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. દુનિયાના અનેક દેશમાં બિગ બૈશ લીગ, પાકિસ્તાન સુપર લીગ, કૈરેબિયન લીગ જેવી ટૂર્નામેન્ટ ચાલી રહી છે. ત્યારે ભારતમાં દરેક રાજ્ય પણ પોતાની એક અલગ ટી20 લીગ લઈને આવી રહી છે. તમિલનાડુ પ્રીમિયર લીગ અને કર્ણાટક પ્રીમિયર લીગની અપાર સફળતા બાદ હવે ચાલુ વર્ષે મુંબઈ ટી20 લાગ પણ શરૂ થવા જઈ રહી છે. હવે ગુજરાત પ્રીમિયર લીગની શરૂઆત ટી20 લીગના ઈતિહાસમાં વધુ એક અધ્યાય જોડવાની તૈયારીમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -