દીપિકા-પ્રિયંકા બાદ હવે આ બોલિવૂડ એક્ટર કરશે લગ્ન, શરૂ કરી ખરીદી
નોંધનીય છે કે, વરૂણ ધવન અને નતાશા બાળપણથી સાથે છે અને ધવન પરિવારની સાથે નતાશાની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે. જોકે થોડા સમય પહેલા વરૂણ અને નતાશા વચ્ચે બ્રેકઅપની વાત ફેલાઈ હતી. જેનું કારણ આલિયા ભટ્ટને બતાવવામાં આવ્યું હતું. પરંતુ તેના પછી વરૂણ અને નતાશા એક સાથે સ્પોટ થતા અટકળો પર બ્રેક લાગી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બોલિવૂડમાં વર્ષ 2018 લગ્નના નામે રહ્યું છે. સોનમ કપૂર, દીપવીર અને પ્રિયંકા-નિક જોનસે લગ્ન કર્યા. હવે આ વર્ષે પણ ફેન્સ પોતાના ફેવરિટ સેલિબ્રિટીઝના લગ્નની રાહ જોઈ રહ્યા છે. તેમાં સૌથી પહેલું નામ છે વરૂણ ધવન અને નતાશા દલાલનું. મીડિયા અહેવાલ અનુસાર વરૂણ ધવન અને નતાશા દલાલ આવનારા થોડા જ મહિનામાં લગ્ન કરી લેશે.
સૂત્રો મુજબ નતાશા અને વરુણ ધવન નવેમ્બરમાં લગ્ન કરશે. રિપોર્ટ પ્રમાણે આ બન્નેએ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. એવું જાણવા મળ્યું છે કે નતાશાએ કપડાઓની ખરીદી પણ શરૂ કરી દીધી છે. નતાશા ઇચ્છે છે કે લગ્નની બધી પ્લાનિંગ તેઓ ખુદ કરે. તાજેતરમાં વરુણ ધવન, કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં આવ્યો હતો જ્યાં તેને નતાશા સાથેના રિલેશનશિપની વાત કરી હતી. વરુણ ધવને કહ્યું હતું કે,‘તેની વિશ છે કે તેના લગ્ન નતાશા સાથે જ થાય.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -