30 વર્ષ બાદ આમ સાથે દેખાયા રાખી અને ગુલઝાર, પરિવાર સાથે મનાવી ધૂળેટી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુલઝારની મીનાકુમારી સાથેની નિકટતા રાખીથી સહન થતી નહોતી. આ દુઃખને ભુલવવા આલ્કોહોલ અને ડ્રગનું સેવન કરવા લાગી હતી. રાખીની આ આદતથી બીજા પતિ ગુલઝાર નારાજ થયા અને અંતે બન્ને અલગ થઈ ગયા. સમય જતાં રાખીને પાડોશીઓ સાથે વાંકુ પડ્યું અને મુંબઈનો ફ્લેટ વેચી દીધો હતો.
રાખી અત્યારે પોતાનો મોટાભાગનો સમય પનવેલ ખાતે આવેલા ફાર્મહાઉસમાં પસાર કરે છે. તેમને છોડ-ઝાડ અને પ્રાણીઓ પ્રત્યે લાગણી છે. રાખી ગુલઝાર હંમેશાં અત્યંત સ્વમાની અને મૂડી રહ્યાં છે અને તેમની ઈચ્છા વિરુદ્ધ તેમની પાસે કોઈ પણ કામ કરાવી શકાતું ન હતું. તેઓ પાર્ટીઝથી લઈ જાહેર ઈવેન્ટમાં ભાગ્યે જ જોવા મળે છે.
2015માં રાખી પોતાની દીકરી મેઘનાની ફિલ્મ 'તલવાર'ના સ્ક્રિનિંગ સમયે જોવા મળી હતી. ત્યારબાદ રાખી ક્યારેય પબ્લિક ઈવેન્ટમાં જોવા મળી નથી. દીકરી મેઘના એક વર્ષની હતી ત્યારે રાખી તથા ગુલઝાર અલગ થઈ ગયા હતાં. તેમણે ડિવોર્સ નહોતા લીધા પરંતુ બંને અલગ-અલગ રહેતાં હતાં.
મુંબઈઃ બોલિવૂડના વિતેલા સમયની લોકપ્રિય અભિનેત્રી રાખીએ પતિ ગુલઝાર સાથે મુંબઈ સ્થિત ઘરમાં હોળી સેલિબ્રેટ કરી હતી. રાખી અને ગુલઝાર ત્રણ દાયકા બાદ આ રીતે સાથે જોવા મળ્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -