બજેટ 2021-2022: શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે નાણામંત્રીએ શું કરી મોટી જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Feb 2021 01:43 PM (IST)
બજેટ 2021-2022: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્રનું સામાન્ય બજેટ 2021-22 રજૂ કર્યું , બજેટમાં નાણામંત્રીએ કેટલીક મહત્વની જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે, 15 હજાર આદર્શ સ્કૂલ બનાવાશે. તો રોજગાર અને શિક્ષણ ક્ષેત્ર અન્ય શું છે મહત્વની જાહેરાત જાણીએ...
બજેટ 2021-2022:બજેટ રજૂ કરતા નાણામંત્રીએ જણાવ્યું કે, દેશમાં 15 હજાર સ્કૂલ બનાવાશે, લેહમાં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય સ્થાપિત કરાશે. ઉપરાંત દેશમાં 100 નવી સૈનિક સ્કૂલ ખોલાશે. ઉપરાંત આદિવાસી વિસ્તારમાં બાળકોને શિક્ષણ મળે રહે માટે 758 શાળા ખોલવામાં આવશે. આ સ્કૂલ એકલવ્ય સ્કૂલ હશે.જેનાથી આદિવાસી બાળકોને મોટી મદદ મળી રહેશે. નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષા નિતી 2020ની જોગવાઇ હેઠળ હાયર એજ્યુકેશન કમિશનની રચના કરી છે. જે દેશમાં ઉચ્ચ શિક્ષાનું એકમાત્ર નિયામક હશે. બજેટમાં અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે 35 હજાર કરોડનું ફંડ ફળવાયું છે. રોજગાર માટે કૌશલ વિકાસ તેમજ પ્રશિક્ષણના દષ્ટીકોણથી યુવાને તૈયાર કરવા માટે નેશનલ એપ્રેંટિસશિપ ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ હેઠળ અન્ય પરિયોજનાને સામેલ કરાશે. કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું કે, ભારત સરકાર સંયુક્ત અરબ અમીરાત સાથે મળીને સ્કૂલ ટ્રેનિંગ પર કામ કરી રહી છે.જેના પગલે દેશના યુવાનોને અને રોજગારપરક કૌશલ યુક્ત બનાવી શકાશે. જેના અનુસંધાને ભારત સરકારે જાપાન સરકાર સાથે મળીને એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તેનાથી બેરોજગારીમાં કમી આવશે તેમજ ચુવાને રોજગારીની વધુ તક મળશે.