NTRની બાયોપિકમાં ચમકશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, ફોટો થયો વાયરલ
નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી NTRની બાયોપિક Kathanayakuduથી વિદ્યા બાલન તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તે NTRની પત્નીનો રોલ નિભાવતી નજરે પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મ 50 કરોડ રૂપિયાના બજેટથી બની રહી છે. ફિલ્મની કહાની નંદમુરી તારકા રામારાવ (NTR)ના જીવન અંગે છે. જેઓ એક અભિનેતા, પ્રોડ્યૂસર, નિર્દેશક, એડિટર અને રાજનેતા હતા. તેમણે 7 વર્ષ સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
સાઉથની સિનેમાના દિગ્ગજ એક્ટર અને રાજનેતા NTRની બાયોપિકને ક્રિશ જગરલમુદી ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મને બે ભાગમાં રજૂ કરવામાં આવશે. પ્રથમ ભાગ 9 જાન્યુઆરીએ રિલીઝ થશે. જ્યારે બીજો હિસ્સો ગણતંત્ર દિવસ પર રજૂ કરવામાં આવશે.
વિદ્યાના ઈન્સ્ટા ફેનક્લબ એકાઉન્ટ પરથી એક્ટ્રેસની તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં NTRની બાયોપિકમાં તેનો આ લુક હોવાનું કહેવાય છે. તસવીરમાં વિદ્યા બાલન વ્હાઇટ અને રેડ બોર્ડરની સાડી પહેરેલી છે. તે સાઉથ ઈન્ડિયન લુકમાં નજરે પડી રહી છ. માથામાં ગજરો પણ નાંખ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -