મુસ્લિમ હોવાને કારણે આ અભિનેત્રીને મુંબઈમાં નથી મળતું ઘર, ફેસબુક પર વ્યક્ત કરી આપવીતી
નવી દિલ્હીઃ પોપ્યુર ટીવી શો યે હૈ મોહબ્બતેમાં એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીની નણંદ ‘સિમી’ની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ શિરીન મિર્જાએ ફેસબુક પર પોતાની વ્યથા વર્ણવી છે. એક્ટ્રેસે દાવો કર્યો છે કે તેને મુસ્લિમ હોવાને કારણે મુંબઈમાં ફ્લેટ નથી મળી રહ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે શિરીન મિર્ઝા સ્ટાર પ્લસનાં શૉમાં નેગેટિવ પાત્ર નિભાવી રહી છે. આ શૉ ઘણો જ પૉપ્યુલર છે અને શૉનાં દરેક કલાકારને લોકો ઓળખે છે.
ફેસબુક પોસ્ટમાં ઘર ન મળવાના 3 કારણોનો ખુલાસો કર્યો છે. તેના જણાવ્યાનુસાર MBA (મુસ્લિમ, બેચલર અને એક્ટર) હોવાને કારણે અત્યાર સુધીમાં મુંબઈમાં ઘર નથી શોધી શકી.
તેણે એક તસવીર પોસ્ટ કરી જે તેની કેરિયરનાં શરૂઆતનાં દિવસો હતા. તેણે લખ્યું કે, ‘આ તસવીર ત્યારની છે જ્યારે હું મુંબઇમાં કેરિયરની શરૂઆત કરવા માટે આવી હતી. આજે અંદાજે 8 વર્ષ વીતી ગયા છે, મેં અહીં શું મેળવ્યું? હું દારૂ નથી પીતી, સિગરેટ નથી પીતી, મારો કોઇ ક્રિમિનલ રેકોર્ડ નથી. પછી કેવી રીતે લોકો મારા ચરિત્રને પ્રોફેશનને કારણે જજ કરી શકે છે?
આગળ શિરીન જણાવે છે કે, જ્યારે હું બ્રોકરને ફોન કરું છું તો તે મારા સિંગલ હોવાને કારણે ભાડુ વધારે છે, કેમ કે લગ્ન ના કરેલા હોવાથી મને ઘર નથી મળતું. તો કોઇ પુછે છે હું હિન્દૂ છું કે મુસ્લિમ?’
વધુમાં અભિનેત્રીએ લખ્યું કે, ‘આજે આટલા વર્ષો થઇ ગયા છતા પણ મારો સંઘર્ષ ચાલું છે. મેં અહીં ઘણું બધું મેળવ્યું છે. છેલ્લે ભાવુક થઇને હું ફક્ત એક સવાલ પુછવા માંગુ છું કે શું હું આટલા વર્ષો વિતાવ્યા પછી અને સફળતા મેળવ્યા પછી પણ મુંબઇ શહેરની રહેવાસી છું કે નહીં?’
- - - - - - - - - Advertisement - - - - - - - - -