નવી દિલ્હીઃ ભારતીયો અને ગુજરાતીઓમાં અમેરિકા બાદ કેનેડા જવાનો  ક્રેઝ છે. વર્ષ 2018માં અંદાજે 40 હજાર ભારતીયોએ કેનેડામાં પર્મેનન્ટ રેસિડન્સી મેળવી હતી, જે તેના પાછલાં વર્ષ કરતાં 51 ટકા વધુ છે. ભારતમાં રહેતાં નાગરિકોમાં જ નહીં પણ અમેરિકામાં રહેતાં ભારતીયોમાં પણ કેનેડા શિફ્ટ થવાનું ચલણ વધ્યું છે. કેનેડામાં એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ દ્વારા ભારતીયો આટલાં મોટા પ્રમાણમાં પ્રવેશ મેળવી રહ્યા છે. અમેરિકામાં જે રીતે ‘ગ્રીન કાર્ડ’ છે એ જ રીતે કેનેડામાં ‘પર્મેનન્ટ રેસિડન્સી’ છે.


કેનેડા સરકારે તાજેતરમાં રિલીઝ કરેલા ડેટા પ્રમાણે વર્ષ 2018માં એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ દ્વારા કુલ 92,231 નવા લોકોને પર્મેનન્ટ રેસિડન્સી આપી હતી. જે વર્ષ 2017 કરતાં 41 ટકા વધુ છે. વર્ષ 2017માં કેનેડાએ કુલ 65,423 લોકોને પર્મેનન્ટ રેસિડન્સી આપી હતી.

કેનેડાએ 2018માં ઈશ્યૂ કરેલી કુલ 92,231 પર્મેનન્ટ રેસિડન્સીમાંથી 44 ટકા એટલે 39,677 હજાર ભારતીયોને આપી છે. જ્યારે વર્ષ 2017માં કુલ ફાળવવામાં આવેલા 65,500માંથી 40 ટકા એટલે 26,300 લોકો ભારતીય નાગરિક હતા. વર્ષ 2017 (26,300) કરતાં વર્ષ 2018માં (39,677)માં 51 ટકા વધુ ભારતીયોને એન્ટ્રી મળી છે.

કેનેડાએ સ્કિલ્ડ લોકોને આવકારવા માટે છેલ્લાં થોડા સમયથી પ્રોત્સાહક વલણ અપનાવ્યું છે. કેનેડાએ વર્ષ 2019માં 3.30 લાખ અને વર્ષ 2020માં 3.40 લાખ લોકોને પર્મેનન્ટ રેસિડન્સી આપવાનો ટાર્ગેટ રાખ્યો છે.

વર્લ્ડકપમાં રમતા ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીએ અજાણી મહિલાને કર્યો મેસેજ, જાણો પછી શું થયું

INDvNZ: જસપ્રીત બુમરાહે મેચની બીજી જ ઓવરમાં કર્યો કમાલ, બનાવ્યો વર્લ્ડકપ રેકોર્ડ