મારી સાથે છેડછાડ થતી હતી અને નિર્માતા બિયર પીવામાં મસ્ત હતા, જાણો કઈ અભિનેત્રીએ કર્યો ખુલાસો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મ મારા માટે એક કદી ન પુરી થવાવાળી ફિલ્મ બની ગઈ હતી. મેં આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી પણ અફસોસ. હું સતી-સાવિત્રી બનવા નથી માંગતી પરંતુ જે સીન્સ તે લોકોએ લીધા તે મારી રજામંદીથી થવું જોઈતું હતું. મારી પાસે તમામ દસ્તાવેજો છે. હું આશા રાખું છું કે આ ફિલ્મમેકર્સને જીવનમાં ક્યારેય મળવાનું ન થાય.
હું રાત્રે 2.30 વાગે મુંબઈ એકલી આવી કારણ કે મારા સ્ટાફને ટિકિટ મળી શકી નહોતી. મારા સ્ટાફને ફિલ્મ અંગે અપાયેલી તેમની સેવાઓ માટે હજુ સુધી વળતર આપવામાં આવ્યું નથી.
તેમણે સ્પોન્સર્સને કમિટમેન્ટ કરી દીધી હતી પરંતુ મને જણાવ્યા વગર. તેઓ મને વેન્યુ પર લઈ ગયા જ્યાં મારે વાતચીત કરવાની હતી અને ફિલ્મમેકર્સ બિયર અને ભોજનની મજા માણી રહ્યા હતા. આ બધું તો ઠીક પણ જ્યારે હું પાછી જવા લાગી ત્યારે કોઈ મને કાર સુધી મુકવા પણ ન આવ્યું અને તેમણે મને રોકવાનો પણ પ્રયાસ કર્યો. કાર સુધી પહોંચ્યા બાદ મને ખબર પડી કે તેમણે કારની ચાવી પહેલાથી લઈ લીધી છે. પરંતુ જ્યાં સુધી સતામણીની વાત છે ભીડ મારી એકદમ નજીક આવી ગઈ હતી. મને ભય હતો કે મારી જાતીય સતામણી થઈ શકે. આ સિવાય સિક્યોરિટી પણ પુરતી નહોતી. હું સિક્યોરિટી ગાર્ડની કાર માગીને હોટલ સુધી પહોંચી હતી.
મેં અનંત સાથે મેસેજ પર વાત કરી પરંતુ તેના જવાબે મારી આશાઓ પર પાણી ફેરવી દીધું તેણે કહ્યું કે, ‘પ્રોડ્યુસરે આવા સીન્સ શૂટ કરવા માટે કહ્યું હતું.’ મને ખબર નથી કે આ વાત મારે માનવી કે નહીં. પરંતુ હું જાણું છું કે, અનંતની સેટ્સ પર બિલકુલ પણ ચાલતી નહોતી.
મેં ક્યારેય આ ફિલ્મ માટે આટલા લાંબા કિસીંગ સીન્સ આપ્યા નથી. તેમણે એડિટિંગ દ્વારા રિટેક્સને પણ સમાવી લીધા છે. મેં આ સીન્સના સમય વિશે ક્યારેય કશું કહ્યું ન હોત જો તેમણે મારા પ્રોફેશનલ હોવા બાબતના મેસેજો ન ફેલાવ્યા હોત. મેં સાજિદ નડિયાદવાલા, ભૂષણ કુમાર અને વિક્રમ ભટ્ટ જેવા મોટા ફિલ્મ મેકર્સ સાથે કામ કર્યુ છે.
મેં ક્યારેય સીન્સ ડિલીટ કરવા વિશે કશું કીધું નથી. હું માત્ર સ્ક્રીન પર વલ્ગર દેખાવવા માગતી નહોતી. તેમણે જાણીને કિસીંગ સીન્સનો સમયગાળો પણ વધારી દીધો હતો.
મને બિકિની પહેરવાથી કે કિસીંગ સીન્સથી કોઈ જ તકલીફ નહોતી પરંતુ મને યાદ છે કે મેં જ્યારે હેટ સ્ટોરી 3 માં કામ કર્યુ ત્યારે તે ફિલ્મના મેકર્સને તેમને શું જોઈએ તે બાબતે તેઓ ક્લિઅર હતા. આ સિવાય તેમણે મને ફિલ્મ તૈયાર થઈ ત્યારે બતાવી પણ નહીં. મને પ્રિમિયરમાં પણ ન બોલાવી.
જ્યારે મેં ફિલ્મ સાઈન કરી ત્યારે મેં તેમણે મને જણાવી દીધું હતું કે આ એક ક્લીન ફિલ્મ હશે. પરંતુ શૂટિંગ શરૂ થયા બાદથી જ તેઓ મને ઓછામાં ઓછા કપડા પહેરવાનું કહેવા લાગ્યા હતા. જેનો મેં વિરોધ કર્યો. પરંતુ મને લાગ્યું કે તેમના મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું છે. મને એવું લાગે છે કે ફિલ્મના ડાયરેક્ટર અનંત નારાયણ મહાદેવન અને પ્રોડ્યુસર વરુણ બજાજને કોઈ જ ખ્યાલ નહોતો કે તેઓ કેવી ફિલ્મ બનાવવા માંગે છે?
જો કે તમને જણાવી દઈએ કે ગુરુવારે અક્સર-2 ફિલ્મની સ્પેશિયલ સ્ક્રિનિંગ માટે વરુણે ઝરીન અને પૂર્વ ક્રિકેટર શ્રીશાંત કે જેમણે આ ફિલ્મમાં કામ કર્યુ છે તેમને બોલાવ્યા નહોતા. અમે આ વિશે ઝરીન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં ઝરીને આ ફિલ્મની શૂટિંગ અંગેના તેના અનુભવો વિશે વાતચીત કરી હતી.
'અક્સર ટુ'ની હીરોઇન ઝરીન ખાનનું કહેવું છે કે દિલ્હીમાં એની સાથે છેડછાડ અને અડપલા થઈ રહ્યા હતા ત્યારે ફિલ્મના મેકર બિયર પીવામાં વ્યસ્ત હતા. એક વેબસાઇટને આપેલી મુલાકાતમાં એણે કહ્યું કે પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન ફિલ્મના યુનિટનો એક પણ પુરુષ સભ્ય એની સાથે નહોતો. જોકે ફિલ્મના નિર્માતા શ્યામ બજાજે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. નિર્માતાના નિકટવર્તી સૂત્રોએ કહ્યું કે ઝરીન અને એની ટીમને પ્રમોશનનું શેડયુલ આગોતરું આપી દેવામાં આવ્યું હતું. આમ છતાં એ સ્પોન્સર વિઝિટ અને પત્રકાર પરિષદમાં ફરકી સુદ્ધા નહીં. એમણે કહ્યું કે છેડછાડ થવી શક્ય જ નહોતી, કારણ કે સ્પોન્સરો સાથે ઉગ્ર દલીલબાજી કર્યા પછી એ સ્થળ છોડીને રવાના થઈ ગઈ હતી. પ્રોડયુસરનું કહેવું છે કે એણે ઝરીનના નખરાઓને અગાઉ પણ સહન કર્યા છે. જોકે ઝરીને પ્રતિઆક્ષેપ કરતા કહ્યું કે અગાઉ થયેલી સમજૂતિ તોડીને એને ટૂંકા વસ્ત્રો પહેરીને શૂટિંગ કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -