‘જીતુ વાઘાણીએ અમને ધમકી આપી હતી’, એક કરોડના સોદા પ્રકરણમાં કયા પાટીદારે આપ્યું સાક્ષીનું નિવેદન?
મહેસાણા પાસના કન્વિનર નરેન્દ્ર પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું મારા જીવને જોખમ છે પરંતુ પાટીદાર સમાજ મારી સાથે છે. ભાજપમાં જોડાવા 10 લાખ રૂપિયાની ઓફરના કેસના મુદ્દે જે કંઈ પુરાવા આપવા પડશે તે બધાં કોર્ટમાં રજૂ કરીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાંતિ નિકેતનમાં થયેલી મીટિંગમાં મારી અને નરેન્દ્ર પટેલની સાથે ભરત પંડ્યા, ઋત્વિજ પટેલ, વરૂણ પટેલ, રવિ પટેલ અને મહેશ દાઢી હતાં. ત્યાર બાદ વરૂણ પટેલે કહ્યું હતું કે હું અને નરેન્દ્ર પટેલ એમ ત્રણ જ લોકો હતાં ત્યારે 10 લાખ રૂપિયા આપ્યા હતાં.
ત્યાંથી શાંતિ નિકેતનમાં લઈ ગયા અને ત્યાં એખ રૂમમાં મીટિંગ કરી હતી ત્યાં જીતુ વાઘાણીએ ધાક-ધમકી આપી હતી. જેથી અમે ગભરાઈ ગયા હતા અને અમારી પાસે બળજબરીથી પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. ત્યાર બાદ જીતુ વાઘાણીના કહેવાથી વરૂણ પટેલે ટોકન રૂપિે 10 લાખ આપ્યા અને બીજા રૂપિયા મુખ્યમંત્રી વિજય રૂપાણી બીજા દિવસે ખેસ પહેરાવે પછી આપવાનું કહ્યું હતું.
નરેન્દ્ર પટેલના સાક્ષી સાર્થક પટેલે જણાવ્યું હતું કે ગત 21 ઓક્ટોબર 2017ના વરૂણ પટેલે તેને અવાર-નવાર ફોન કર્યા હતાં. પરંતુ સામાજીક કામ હોવાથી અમે ગયા ન હતાં. બીજા દિવસે અમે 22 તારીખે તેમના ઘરે ગયા હતા અને જ્યાં તેમણે અમને ભાજપમાં જોડાવાનું કહ્યું હતું. ત્યારબાદ સાંજે અમને ઈન્ફોસિટી બોલાવ્યા હતા અને ત્યાંથી જીતુ વાઘાણીના ઘરે લઈ ગયા હતાં.
સુનાવણી દરમિયાન ફરિયાદી નરેન્દ્ર પટેલ પણ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહ્યો હતો. કોર્ટે ફરિયાદી નરેન્દ્ર પટેલને ઓડિયો રેકોર્ડિગ, લાંચ પેટે અપાયેલા દસ લાખ રૂપિયા સહિતના જરૂરી પુરાવા આગામી દિવસોમાં પુરાવાના તબક્કે રજુ કરવા પણ તાકીદ કરી હતી અને કેસની વધુ સુનાવણી 21મી નવેમ્બર પર મુકરર કરી હતી.
સાર્થક પટેલે પોતાની જુબાનીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, આરોપી પક્ષ તરફથી બનાવના દિવસે નરેન્દ્ર પટેલને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ભાજપમાં જોડાવા માટે લાંચ પેટે દસ કરોડમાંથી 10 લાખ પણ આપ્યા હતાં. પૈસાની સમગ્ર લેતી-દેતી તેની નજર સામે જ થઈ હતી.
ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી સમયે જ ભાજપ દ્વારા એક કરોડ રૂપિયામાં ખરીદવાના પ્રયાસનો પર્દાફાશ કરનાર મહેસાણાના પાટીદાર નેતા નરેન્દ્ર પટેલે ગાંધીનગર કોર્ટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પાસના પૂર્વ કન્વીનર અને તાજેતરમાં ભાજપમાં જોડાયેલા વરૂણ પટેલ, ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલ, ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, મહેશ પટેલ અને રવિ પટેલ વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદના કેસમાં નરેન્દ્ર પટેલના સાક્ષી સાર્થ પટેલની જુબાની લેવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -