ભાજપની ‘બેટી બચાવો, બેટી પઢાવો’ની વાતો વચ્ચે ગુજરાતના ક્યા સીનિયર પ્રધાને દીકરી જન્મતાં પુત્રવધૂને કાઢી મૂકી હોવાનો થયો આક્ષેપ?
બીજી તરફ જેમાબેનના ભાઈ મુકેશજી ઠાકોરે કહ્યું કે, સામાજિક રીતે સમાધાન કરવા કેટલાક આગેવાનોને દિલીપજીને ત્યાં મોકલ્યા હતા, પરંતુ તેમણે સમાજના આગેવાનોને ધમકાવ્યા હતા. જેથી અમે કોર્ટમાં કેસ કર્યો છે. આ અંગે અમે મુખ્યમંત્રીને તેમજ મહિલા આયોગમાં પણ રજૂઆત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલીપ ઠાકોરનાં પુત્રવધૂ જેમાબેને કહ્યું કે, સાસરી તરફથી મને ભરણપોષણ અપાય છે, પરંતુ મારે છૂટાછેડા જોઈતા નથી. સાસરીવાળા મને અને મારી દીકરીને અપનાવે તેવી મારી માગણી છે. બીજી તરફ દિલીપ ઠાકોરે જણાવ્યું કે, મને બદનામ કરવા માટે આ કાવતરું રચાયું છે.
દિલીપ ઠાકોરે કહ્યું કે, અમને એક નહીં પણ પાંચ દીકરીનું ભરપોષણ કરવામાં કોઈ વાંધો નથી. દિયોદરમાં 24મીએ કાર્યક્રમ હોવાથી રાજકીય ઈશારે મને બદનામ કરવાનું આ કાવતરું છે. પુત્રવધૂએ કોર્ટમાં કેસ કર્યો છે અને કોર્ટના આદેશ મુજબ અમે ભરણપોષણ પણ આપીએ છીએ અને સામાજિક રીતે સમાધાન કરવા અમે તૈયાર છીએ.
થોડા સમય પછી તેમને ઘરમાંથી કાઢી મૂકાતાં તેઓ પિયરમાં રહેવા આવી ગયા હતા. સાસરી પક્ષ તેમની પાસેથી છૂટાછેડા માગી રહ્યા છે, પરંતુ જેમાબેન તે માટે તૈયાર નથી. તેમનું કહેવું છે કે, મારાં સાસરીવાળાં મને અને મારી દીકરીને અપનાવે એ જ મને જોઈએ છે.
ગાંધીનગરઃ ભાજપ જોરશોરથી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ની વાતો કરે છે ત્યારે ભાજપ સરકારના એક સીનિયર પ્રધાને પુત્રવધૂને દીકરી જન્મતાં તેને મારઝૂડ કરી સાસરીમાંથી કાઢી મૂકી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. રાજ્યના કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરની પુત્રવધૂએ પ્રેસ કોન્ફરન્સમાં આ સનસનીખેજ આક્ષેપ કર્યો છે.
આ ઘટનાની વિગત એવી છે કે, દિયોદર તાલુકાના કોતરવાડા ગામના જેમાબેન ઠાકોરના લગ્ન 2009માં દિલીપ ઠાકોરના દીકરા મિતેશ સાથે થયાં હતાં. બે વર્ષ સુધી જેમાબેનનું લગ્નજીવન સામાન્ય ચાલતું હતું. જેમાબેનની ફરિયાદ છે કે, દીકરીનો જન્મ થતાં જ તેમને શારીરિક-માનસિક ત્રાસ આપવાનો શરૂ થયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -