વિધાનસભામાં ભાજપના MLAને માઈક ફટકારનારા કોંગ્રેસી MLA પ્રતાપ દૂધાત કોણ છે ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2017 વિધાનસભા ચૂંટણી દરમિયાન દાખલ કરેલી એફિડેવિટ અનુસાર, પ્રતાપ દૂધાત 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ 12 સાયન્સમાં નાપાસ થયા હતા. એફિડેવિટ અનુસાર, પ્રતાપ દૂધાતની સંપત્તિ 9 કરોડ રૂપિયા છે. તેમના માથે 3,92,45,404 રૂપિયા દેવુ છે. તેમના પર એક પણ ક્રિમિનલ કેસ નોંધાયેલો નથી.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આસારામ આશ્રમમાં બે બાળકોના મોત મામલે કોગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે સવાલ કરતા ભાજપ અને કોગ્રેસના ધારાસભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન કોગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલે માઇક અને બેલ્ટથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સરકારે જાહેર કર્યો હતો. પ્રતાપ દુધાતના આક્ષેપ મુજબ જગદીશ પંચાલે તેમને મા-બેનની ગાળો આપી હતી.
પ્રતાપ દૂધાત અમરેલીના સાવરકુંડલા વિધાનસભા બેઠક પરથી કોગ્રેસની ટિકીટ પરથી વિજેતા બન્યા હતા. તેઓ બ્રોકર અને કન્ટ્રક્શન સાથે સંકળાયેલા છે. તે સિવાય તેઓને ખેતીનો પણ વ્યવસાય છે. તેમના પત્ની પણ કન્ટ્રક્શન સાથે સંકળાયેલા છે.
આ ઘટના બાદ વિધાનસભાના અધ્યક્ષે ધમાલ કરનારા ધારાસભ્યો પર કાર્યવાહી કરી હતી. અધ્યક્ષે કોગ્રેસના ધારાસભ્યો અંબરીશ ડેર અને પ્રતાપ દુધાતને 3 વર્ષ માટે અને બળદેવ ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. એટલું જ નહી તેમના વિધાનસભા સંકુલમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મુક્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -