પરેશ ધાનાણીએ વિધાનસભાના અધ્યક્ષ પાસે શું માંગ્યો ખુલાસો? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાદમાં સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાત, વિક્રમ માડમ અને રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. જેનો કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન અધ્યક્ષે બન્ને ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કરી ગૃહ 15 મિનિટ મુલતવી રાખ્યું હતું. જ્યારે કોંગી એમએલએ પ્રતાપ દુધાતને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
તો બીજી બાજુ ભાજપના કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસના આ ધારાસભ્યો સામે કોમેન્ટ કરતા અકળાયેલા વિક્રમ માડમે પોતાની બેઠકનું માઈક તોડી ભાજપના ધારાસભ્ય પર હુમલો કર્યો હતો.
થોડા દિવસો પહેલા ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી પુરી થયા બાદ ઝીરો અવર્સમાં કોંગ્રેસના બે ધારાસભ્યો અમરીશ ડેર અને વિક્રમ માડમને અધ્યક્ષે બોલવાની તક ના આપતા અકળાઈ ઉઠ્યા હતા.
ગાંધીનગરઃ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિધાનસભા અધ્યક્ષ પાસે ગૃહમાં થયેલી મારપીટના સીસીટીવી ફૂટેજની માંગ કરી છે. આ ઉપરાંત કૉંગ્રેસના ધારાસભ્યોને 3 વર્ષનું સસ્પેન્શન કયા નિયમ અંતર્ગત આપવામાં આવ્યું તેની પણ વિગતો માંગી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -