પૂર્વ IPS ડી. જી. વણઝારાએ રાજકારણમાં જોડાવા અંગે શું કર્યો ખુલાસો, જાણો
વણઝારાએ નવો પક્ષ બનાવશે કે કોઈ પક્ષમાં જોડાશે તે સવાલનો જવાબ આપતાં કહ્યું, તેઓ કોઈ પક્ષમાં નહીં જોડાય અને નવો પક્ષ પણ નહીં બનાવે, કારણ કે પ્રજાપક્ષ એ જ મારો પક્ષ છે. પરંતુ રાજનીતિમાં પ્રવેશ કરી દેશ અને રાજ્યનું કલ્યાણ કરવા માટે પોતે બિલકુલ ફિટ અને અડીખમ છે. દેશનું કલ્યાણ કરવું હોય તો હિંદુ સમાજમાં પ્રવર્તી રહેલા જાતિઓના વાડાને દૂર કરવા જરૂરી હોવાનું તેમણે જણાવ્યુ હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવણઝારાએ રાજ્યના અનેક વિસ્તારમાં સામાજિક સંમેલનો યોજ્યા છે ત્યારે લોકો તેમને તેઓ રાજકારણમાં આવશે કે કેમ તેવું પૂછતાં રહે છે. આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું લોકનીતિના માર્ગમાં રાષ્ટ્રનીતિ અને રાજનીતિ આવે છે, જેથી તેઓ રાજનતિમાં ચોક્કસ પ્રવેશ કરશે, પરંતુ રાજકારણથી દૂર રહેશે.
સામાજિક એકાત્મતા મંચના ઉપક્રમે ગાંધીનગર ખાતે આવેલા મેડિકલ કોલેજના હોલમાં સ્નેહમિલન સમારંભમાં વણઝારાએ જણાવ્યુ હતું કે, એક વર્ષમાં રાજ્યના અલગ-અલગ સ્થળોએ આ મંચના ૫૭ જેટલા કાર્યક્રમો થઈ ચૂક્યા છે. આગામી સમયમાં મંચ દ્વારા વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં લાખો લોકો ઉપસ્થિત રહે તેવું આયોજન કરવામાં આવશે.
અમદાવાદ: એન્કાઉટરક કેસમાં આઠ વર્ષનો જેલવાસ ભોગવી ચૂકેલા પૂર્વ IPS ડી.જી. વણઝારાની આગેવાનીમાં ગાંધીનગરમાં સામાજિક એકાત્મતા મંચના સ્નેહ મિલન સમારંભનું આયોજન થયુ હતું. આ સમારંભમાં વણઝારાએ લોકનીતિને જ પોતાનું ધ્યેય ગણાવી હતી અને સમાજને મદદરૂપ થવા માટે રાજનીતિ જરૂરી હોવાથી પોતે રાજકારણમાં આવશે તેવી જાહેરાત પણ તેમણે કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -