રૂપાણી અને નીતિન પટેલ ક્યાંથી ચૂંટણી લડશે? નીતિન પટેલે ભરતસિંહને આપ્યો શું જવાબ? જાણો
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, હું પોતે પણ હાલની મહેસાણા બેઠકથી જ ચૂંટણી લડવાનો છું. ભરતસિંહ સોલંકીએ ગુરુવારે રાજકોટમાં નિવેદન આપ્યું કે, ભાજપની સરકાર બનશે તે વાત છોડો કારણકે મુખ્યમંત્રી રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના માટે સલામત હોય તેવી બેઠક શોધી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની રાજકોટની અને હું મહેસાણાની અેમ અમે બન્ને અમારી હાલની બેઠક પરથી જ ચૂંટણી લડવાના છીએ. નીતિન પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી ચૂંટણી પોતાની હાલની રાજકોટ બેઠક પરથી જ લડવાના હોવાનું અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેનો જવાબ આપતાં કહ્યું છે કે, વિજય રૂપાણી રાજકોટમાંથી જ લડશે અને હું મહેસાણાથી ચૂંજ ટણી લડવાનો છું. અમે અમારી બેઠકો બદલવાના નથી ને અમને એવી પણ જરૂર નથી. વાસ્તવમાં કોંગ્રેસના નેતાઓએ સલામત બેઠકો શોધવી પડે છે કેમ કે તેમને હાર સામે દેખાય છે.
ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામતો જાય છે અને ભાજપ અને કોંંગ્રેસ એક બીજા પર પ્રહારો કરવા લાગી ગયા છે. ગુરૂવારે રાજકોટ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એવું કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સલામત બેઠક શોધી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -