ચૂંટણી જાહેર થાય તે પહેલા ગુજરાત સરકારે શું કરી મહત્વપૂર્ણ જાહેરાતો, જાણો
નીતિન પટેલે પાટીદારોને ખેંચવા માટે તમામ કેસો પરત ખેંચવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, હાર્દિક સામેના કેસો અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ગઈ કાલે હાર્દિક સામેના રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પરત ખેંચાયો તે આ પ્રક્રિયાનો જ ભાગ હતો. આજે બપોરે પત્રકાર પરિષદ યોજીને કયા કયા કેસો પરત ખેંચવામાં આવશે, તેની વિગતવાર માહિતી આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ગ- 4ના કર્મચારીઓને લઇને નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે. વર્ગ-4ના કર્મચારીઓને 13,500ની મર્યાદામાં બોનસ ચુકવાશે. વર્ગ 4ના કર્મચારીઓને દિવાળી બોનસ આપવામાં આવશે. 35 હજાર કર્મચારીઓને 3500નું દિવાળી બોનસ અપાશે.
ડે. સીએમએ ટોલ ટેક્સ મુદ્દે અગત્યની જાહેરાત કરી છે. ઔડાના રીંગરોડ પર ટોલટેક્સ પરથી મુક્તિની જાહેરાત કરી છે. આવતીકાલથી ઔડાના રીંગ રોડ પર ટોલ મુક્તિ આપવામાં આવશે. રાજ્ય સરકાર વાહન ચાલકો તરફથી ટોલ ટેક્સ ચુકવશે. વાહન ચાલકોને નાણાની બચત થશે.
કર્મચારીના મૃત્યુ બાદ પરિવારના સભ્યને નોકરી અપાશે. નગરપાલિકા અને મનપામાં કર્મચારીના આકસ્મિક મૃત્યુ અંગે સરકારની જાહેરાત કરી છે. રાજ્યના કર્મચારીઓને 1 ટકાનું મોંઘવારી ભથ્થુ અપાશે. જ્યારે રાજ્યના પેન્શરોને પણ મોંઘવારી ભથ્થામાં 1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
રોજમદાર તરીકે કામ કરતા લોકોને કાયમી કરાશે. 162 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકા સફાઇ કર્મીઓને કાયમી કરાશે. નગરપાલિકા અને મહાનગરપાલિકાના સફાઇ કામદારોને કાયમી કરાશે. મનપા અને ન.પાલિકાને પગારની 48 ટકા રકમ રાજ્ય સરકાર ચુકવશે.
ગાંધીનગર: આજે સાંજે ચાર વાગ્યે ચૂંટણી પંચ ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી જાહેરાત કરે તેવી સંભાવના છે. અને તે પહેલા રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની જાહેરાતો કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -