સરકારી ગ્રાન્ટ મેળવતી ખાનગી શાળાઓના શિક્ષકોને સરકારની દિવાળી ગીફ્ટ, પગારમાં કર્યો ધરખમ વધારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Oct 2017 10:36 AM (IST)
1
નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં 100 ટકા ગ્રાન્ટ મેળવતી 33 જિલ્લાઓની ખાનગી પ્રાથમિક શાળાઓમાં 557 જેટલા વિદ્યા સહાયકો ફરજ બજાવે છે. આ વિદ્યાસહાયકોને હવે રૂપિયા 19,500 માસિક વેતન ચુકવાશે. જેનાથી રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 5.64 કરોડનું ભારણ પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ગાંધીનગરઃ રાજ્ય સરકારે અગાઉ સરકારી સ્કૂલોના શિક્ષકોના પગારમાં વધારો કરી 19950 કર્યો હતો ત્યારે હવે રાજ્ય સરકારે રાજ્યની 100 ટકા ગ્રાન્ટ મેળવતી ખાનગી પ્રાથમિક શાળાઓના વિદ્યા સહાયકોના પગારમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે.
3
ખાનગી પ્રાથમિક સ્કૂલોના વિદ્યાસહાયકોને અત્યાર સુધી રૂપિયા 11,500 માસિક વેતન અપાતું હતું પરંતુ હવે સરકારે 19950 રૂપિયા માસિક વેતન ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -