રાજ્યના 43 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરાઈ. જાણો કોને ક્યાં મૂકાયા ?
સુરેન્દ્રનગર મધ્યાહન ભોજનના આર. પી. જોષીને વડોદરા મધ્યાહન ભોજનમાં ટ્રાસફર કરવામાં આવ્યા છે. પ્રતિક્ષા હેઠળના એચ. એમ. સોલંકીને જામનગર શહેર પ્રાંત અધિકારી જ્યારે રાજકોટ મધ્યાહન ભોજનના આઇ. વી. દેસાઇને પાટણ ખાતે ડે. કલેકટર-૧માં નિમવામાં આવ્યા છે. કુતિયાણાના એમ. કે. જોષીને કચ્છ મધ્યાહન ભોજનમાં નિમણૂંક આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિકાસ કમિશ્નર કચેરીના આર.એસ.પ્રજાપતિને કુતિયાણા પ્રાંત અધિકારી પદે મુકવામાં આવ્યા છે. પ્રતિક્ષા હેઠળના આર.ડી.સરવૈયાને કેશોદ પ્રાંત અધિકારી, જામનગર સ્ટેમ્પ ડયુટીના ડે.કલેકટર કુ. જે. સી. દલાલને પ્રાંત અધિકારી મેંદરડા તૈનાત કરાયા છે.
એક રિપોર્ટ પ્રમાણે, દ્વારકાના પ્રાંત અધિકારી બી.આર. સાગરને અમદાવાદના એડિશનલ રેસિડન્સ ડે.કલેકટર બનાવવામાં આવ્યા છે. જામનગરના ડે.ડી.ડી.ઓ. જી.ડી.બાંભણિયાની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢના ડે.ડી.ડી.ઓ. જી.ડી.પ્રજાપતિને અમદાવાદમાં ડે.ડી.ડી.ઓ. નિમવામાં આવ્યા છે. સાબરકાંઠાના ડે.ડી.ડી.ઓ. એમ.કે.પટેલની રાજકોટ ખાતે મધ્યાહન ભોજનમાં બદલી કરાઇ છે. ભરૂચના ડે.ડી.ડી.ઓ. એ.એચ.ચૌધરીને જસદણ પ્રાંત અધિકારી બનાવવામાં આવ્યા છે. એ જ રીતે દ્વારકાના ડે.ડી.ડી.ઓ. પી.એ.જાડેજાને દ્વારકા પ્રાંત અધિકારી પદે નિમવામાં આવ્યા છે.
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે પોલીસના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કર્યા છે. ચૂંટણી નજીક આવતી હોવાથી રાજયના મહેસુલ વિભાગે ૪૩ ડેપ્યુટી કલેકટરોની બદલીના આદેશ આપ્યા હતા. બદલી કરવામાં આવેલા ડેપ્યુટી કલેક્ટરોની યાદી આગળની સ્લાઇડમાં રજૂ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -