સાતમા પગારપંચનો લાભ ક્યા 16 બોર્ડ-નિગમોના કર્મચારીઓને થશે, જાણો વિગત
ગુજરાત જમીન વિકાસ નિગમ,સરદાર સરોવર નર્મદા નિગમ, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ઘેટાં અને ઉન વિકાસ નિગમ, ગુજરાત પોલીસ આવાસ નિગમ, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગુજરાત ગ્રામ વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડના કર્મચારીઓને આ લાભ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં ઘણા નિર્ણયો લીધા છે ત્યારે બોર્ડ-નિગમના કર્મચારીઓ દ્વારા રજૂઆતો કરતાં સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડ-નિગમોને સાતમા પગાર પંચનો લાભ 1લી ઓક્ટોબર, 2017થી આપવામાં આવશે. ખાસ કરીને ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના નિવૃત્ત કર્મચારીઓને પેન્શનના લાભો પણ આપવામાં આવતાં હોય છે, તેવા 217કર્મચારીઓને પેન્શન સુધારણાના લાભો મળશે. અહીં ક્યા નિગમોના કર્મચારીઓને આ લાભ મળશે તેની યાદી આપવામાં આવી છે.
નીતિન પટેલે કહ્યું કે, સરકારના નિર્ણયને લીધે સરકારની તિજોરી પર વાર્ષિક 10.06 કરોડનો બોજ પડશે કેન્દ્ર સરકારે સાતમાં પગાર પંચનો નિર્ણય લેતાં ગુજરાત સરકારે પહેલ કરી અધિકારીઓને આ લાભો આપ્યા હતા. જે બાદ બોર્ડ-નિગમને પણ સાતમા પગાર પંચના લાભો પૂરા પાડવાનો વધુ એક કર્મચારીલક્ષી નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
અમદાવાદઃ આ વર્ષે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે સરકારે પોતાની મતબેંકોને મજબૂત કરવાની કવાયત હાથ ધરી દીધી છે. સરકારે મત મેળવવાના લાભ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે અનુદાનિત 16 બોર્ડ-નિગમોના કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય લીધો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 100% ગ્રાન્ટ મેળવતી ખાનગી પ્રાથમિક શાળાઓના વિદ્યા સહાયકનો પગાર 19,950 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા 16 બોર્ડ-નિગમોના કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવાના નિર્ણયથી આ લાભ બોર્ડ-નિગમના 1710 કર્મચારીઓને મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -