ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ક્યા 20 ધારાસભ્યોના જીત પર ઉઠાવાયા સવાલ, હાઇકોર્ટમાં કરાઇ અરજી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ હજારથી ઓછા મતોથી વિજેતા બનેલા ધારાસભ્યો સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટિશન દાખલ કરવામાં આવી છે. આ અરજી પાંચ હજારથી ઓછા મતે જીતેલા 20 બેઠકોના ધારાસભ્યો વિરુદ્ધ કરવામાં આવી છે. જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુભાઇ બોખીરિયા, શૈલેષ પરમાર સહિતના 20 ધારાસભ્યોની જીત સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ધોળકા બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફક્ત 327 મતથી જ વિજેતા બન્યા હતા.
વિધાનસભાની ચૂંટણીમાં પાંચ હજારથી ઓછા મતે ચૂંટાયેલા ધારાસભ્યોની સામે થયેલી અરજીમાં સૌથી વધુ 16 બેઠકો એવી છે કે, જેમાં 3 હજાર કરતા ઓછા મતે વિજયી બનીને ધારાસભ્યો થયેલા છે.
અરજીમાં સમાવેશ કરવામાં આવી છે તે બેઠકોમાં ગારિયાધર, પાટણ, ગાંધીનગર ઉત્તર, અને જમાલપુર-ખાડિયાનો પણ સમાવેશ થાય છે. અરજીમાં ચૂંટણી પંચની પ્રક્રિયા તથા મત ગણતરી પર સવાલ ઉઠાવી કેટલાક પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. સાથે આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની દાદ માંગવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -