નરેન્દ્ર મોદી હવે ઉત્તરાયણ પર ગુજરાત નહીં આવે, તેના બદલે ક્યારે આવશે ? કેમ બદલાયો કાર્યક્રમ ?
મોદી વડાપ્રધાન બન્યા બાદ ચીનના રાષ્ટ્રપતિ, જાપાનના વડાપ્રધાન ગુજરાતની મુલાકાત લઇ ચૂક્યા છેય હવે આ ત્રીજા વિશિષ્ટ મહાનુભાવની મુલાકાત સફળ બનાવવાના આયોજનમાં ગુજરાત સરકારનું તંત્ર લાગ્યું છે. અગાઉ બે દિવસની મુલાકાતનું આયોજન હતું તે હવે થોડા કલાકોના રોકાણમાં ફેરવાયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા ઉદ્યોગ સાહસિકોને નવતર ક્ષેત્રોમાં રિસર્ચ અને સંશોધન માટે મદદરૂપ થવા સાણંદ નજીક આઈ-ક્રિયેટ સંસ્થા ગુજરાત સરકારે ઊભી કરેલી છે. આ આઈ-ક્રિયેટ સેન્ટરની મુલાકાત પણ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ લઇ શકે છે. અગાઉ ઈઝરાયલના વડાપ્રધાન 14 જાન્યુઆરીના દિવસે ગુજરાત આવવાના હતાં પણ તેમના કાર્યક્રમમાં ફેરફાર થતાં મોદીનો કાર્યક્રમ પણ બદલાશે.
આવું જ એક બીજું સેન્ટર ખારેકની ખેતી માટે કચ્છમાં ભુજ તાલુકાના હુકમા ગામે ઊભું થયું છે, જેનું ઉદઘાટન પણ ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ રિમોટ કંટ્રોલથી કરશે. આપણે ત્યાં કચ્છમાં લીલી ખારેકનું વિપુલ ઉત્પાદન થઈ રહ્યું છે. પરંતુ આ ખારેકને સૂકી ખારેકમાં કન્વર્ટ કરવાની ટેક્નોલોજી આપણી પાસે નથી. ઈઝરાયલ પાસેથી ટેક્નોલોજી મેળવવા માટે આ મુલાકાત સમયે કરાર કરવામાં આવશે.
નેટહાઉસ, ગ્રીન હાઉસ પદ્ધતિથી શાકભાજીમાં પાણીના ઓછામાં ઓછા ઉપયોગથી ત્રણેય ઋતુમાં કઈ રીતે મહત્તમ ઉત્પાદન લઈ શકાય તેની તાલીમ ખેડૂતોને અપાય છે. અહીં પ્લાસ્ટિકના ઉપયોગ દ્વારા મલ્ચિંગ ટેક્નોલોજીથી શાકભાજીનું ઉત્પાદન વધારવાની પદ્ધતિ પણ વિકસાવાઈ છે.
મળતી વિગતો અનુસાર,વડાપ્રધાન મોદી ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વડરાડ ગામે સ્થપાયેલા શાકભાજીના સેન્ટર ઓફ એક્સેલન્સની મુલાકાત લેશે. લગભગ 10 હેક્ટરમાં પથરાયેલા આ નવા સ્થપાયેલા સેન્ટરમાં હાઈટેક નર્સરી વિકસાવાઈ છે.
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે અમદાવાદમાં ઉત્તરાયણ મનાવવાના હતા પરંતુ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફારની શક્યતા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર હવે નરેન્દ્ર મોદી ઉત્તરાયણના દિવસે ગુજરાત આવે તેવી શક્યતા નહીવત છે. હવે વડાપ્રધાન મોદી 17 જાન્યુઆરીએ ગુજરાત આવે તેવી શક્યતા છે. જો કે આ કાર્યક્રમ પણ ફાઇનલ નથી પણ મોદી બુધવારે થોડા કલાકો માટે ગુજરાત આવે તે મુજબ કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -