મોદીની ઉપસ્થિતિમાં આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠકનો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ
ગાંધીનગરઃ આજે સવારે મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક સભાનો પ્રારંભ થયો. આ વાર્ષિક બેઠકમાં સાત દેશોના રાષ્ટ્રપ્રમુખ અને 81 દેશોના ત્રણ હજારથી વધુ ડેલિગેટ્સ પણ ભાગ લઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉદ્ઘાટન સત્ર બાદ પીએમ કરશે 7 આફ્રિકન દેશોના વડાઓ સાથે બેઠક કરવાના છે. ભારત સાથેના વેપાર અને રાજનીતિક સંબંધોને લઈને ચર્ચા થશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત છે.
તેમણે કહ્યું હતું કે, આફ્રિકામાં કૃષિ ક્ષેત્રે અપાર તક રહેલી છે. વોટર મેનેજમેન્ટ, ફૂડ પ્રોસેસિંગ અને પલ્સ પ્રોડકશનમાં વધુ તક છે. મેક ઇન ઇન્ડિયા એ આફ્રિકાને વધુ મજબૂત કરશે. આ સમિટ બે પ્રાચીન સંસ્કૃતિઓને જોડવાનું કામ કરશે.
આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની આ બાવનમી વાર્ષિક સભા છે. પીએમ મોદી ઉદઘાટન પછી સભાને સંબોધિત કરવાના છે. અત્યારે કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલીએ સભાને સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની યોજનાઓના કારણે ભારતનો વિકાસ ડર 7.8 ટકા રહેશે. ભારતે 1983માં આફ્રિકન ડેવલપમેન્ટ બેંક સાથે જોડાણ કર્યું. તેમણે ભારત અને આફ્રિકાના સંબોધ વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -