ગાંધીનગરમાં આજે એક લાખથી વધુ રાજપૂતો કરશે આ ફિલ્મનો વિરોધ, જાણો વિગતે
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળે પણ આ ફિલ્મ સામે વિરોધ નોંધાવી તેને અટકાવવાની માંગ સાથે રાજ્યભરમાં પ્રદર્શન શરૂ કર્યું છે. વિહિપના પ્રદેશ મહામંત્રી રણછોડ ભરવાડે જણાવ્યું કે, ભારતીય વિચારધારા અને પરંપરા સામે ષડયંત્ર કરવાનું બંધ કરવું જોઈએ. આગામી દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પ્રદર્શન કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મની રજૂઆત ન થવા દેવા અને ભવિષ્યમાં કોઇ પણ રીતે સમાજને કલંકિત કરવાનું તથા સમાજના ઇતિહાસને તોડી-મરોડીને રજૂ ન કરે તે માટે સમાજનો અવાજ બુલંદ કરવાની તેમાં માગ કરાશે. આ સાથે રાજકીય પરીપ્રેક્ષ્યમાં રાજપૂત સમાજને વધુ પ્રતિનિધિત્વ મળે તે માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ફિલ્મ ‘પદ્માવતી’માં હિન્દુ સંસ્કૃતિને કલંકિત કરવાના હેતુથી ઇતિહાસને તોડી-મરોડીને ચિતરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતાં કરણી સેનાના હોદ્દેદાર અને રાજપૂત સમાજના અગ્રણી ડૉ. શંકરસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજની દિકરી રાણી પદ્માવતીના ચરિત્રને લાંછન લગાવતી આ ફિલ્મનો વિરોધ કરવા માટે સમગ્ર ગુજરતામાંથી ક્ષત્રિય સમાજ એકત્ર થઇ રહ્યાં છે.
ગાંધીનગર સેક્ટર - 11માં આવેલા રામકથા મેદાનમાં રવિવારે બપોરે 12 વાગે યોજાનાર આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી એક લાખ જેટલા રાજપૂતોને એકત્ર કરવાનો લક્ષ્યાંક છે.
ગાંધીનગર: ફિલ્મ ‘પદ્માવતી’માં હિન્દુ સંસ્કૃતિને ખોટી રીતે દર્શાવવા બદલ રાજપૂત સમાજને બદનામ કરવાનો પ્રયાસ હોવાના આક્ષેપ સાથે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા રવિવારે ગાંધીનગરમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -