ભાજપ સામેના અસંતોષનો ફાયદો લેવા કોંગ્રેસ ક્યા બે મોટા કોળી નેતાઓને આપશે મહત્વનાં પદ ? જાણો વિગત
હવે આ જ દિશામાં આગળ વધીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખપદે જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને મૂકે તેવી શક્યતા છે. કુંવરજી બાવળિયા પણ કોળી આગેવાન છે. પરષોત્તમ સોલંકીને મહત્વનું ખાતું ના મળ્યું તેનાથી નારાજ કોળી સમાજને પોતાની તરફ વાળવા કોંગ્રેસ બબ્બે કોળી આગેવાનને મહત્વનાં પદ આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ત્રણ મહત્વની નિમણૂકો દ્વારા કોંગ્રેસે પાટીદાર, દલિત તથા અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમાજને સાચવી લીધા છે. હવે કોંગ્રેસ જાહેર હિસાબ સમિતિના પ્રમુખપદે ઊનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશની નિમણૂક કરે તેવી શક્યતા છે. પૂંજાભાઈ વંશ કોળી સમાજના નેતા છે.
કોંગ્રેસે આક્રમક અભિગમ અપનાવીને યુવા પાટીદાર નેતા પરેશ ધાનાણીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવ્યા બાદ હવે વિધાનસભામાં વિરોધપક્ષના ઉપનેતા તરીકે અમદાવાદના દાણીલીમડા મતવિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમારની અને દંડક તરીકે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની નિમણૂક કરી છે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કર્યા પછી કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરવા માટે અત્યારથી જ વ્યૂહરચના ઘડવા માંડી છે અને તેના ભાગરૂપે જ્ઞાતિનાં તથા પ્રાદેશિક સમીકરણોને ધ્યાનમાં રાખીને નિમણૂકો કરવા માંડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -