ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામુ આપ્યું? ભરતસિંહે શું કરી સ્પષ્ટતા?
દિલ્લીમાં યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણી પછી રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ તેમણે રાજીનામું આપ્યું હોવાની વાતો હાલ ચાલી રહી છે. તેમની ટર્મ આગામી લોકસભાની ચૂંટણી પછી પૂરી થાય છે. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે, 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી જ મેં રાજીનામાની ઓફર કરી હતી. તેઓ તા. 21મી માર્ચથી સામાજિક કામે વિદેશ જઇ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ હજુ પુરો થયો નથી. તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સારે દેખાવ કર્યો હતો. આ પછી એવી રાજકીય અટકળો વહેતી થઇ ગઇ હતી કે તેમને રાજ્યસભામાં મોકલાશે, જોકે, આવું થયું નથી.
ગાંધીનગર: કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું હોવાની વાતો વહેતી થઈ છે. વહેતી થયેલી વાતો પ્રમાણે તેમની પાસેથી રાજીનામુ લઈ લેવામાં આવ્યું છે. હવે તેઓ 21મી માર્ચથી લંડન-યુએસએ જતા રહેવાના છે.
મીડિયામાં વહેતી થયેલી આ વાત પર પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટતા કરી હતી કે, આ વાતમાં કોઇ તથ્ય નથી. તેમણે રાજીનામુ આપ્યા હોવાની વાતને અફવા ગણાવી હતી. જોકે, આગામી લોકસભાની ચૂંટણી તેમના નેતૃત્વમાં લડાશે કે કેમ તેના પ્રશ્નમાં તેમણે મોવડીમંડળ નિર્ણય લેશે, તેમ જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -