પી પી પાંડેની વિદાય પછી કોણ બનશે રાજ્યના નવા પોલીસ વડા? આ અધિકારીઓ છે રેસમાં આગળ
ગાંધીનગરઃ ગુજરાતના ડીજીપી પી. પી. પાંડેની વિદાય બાદ રાજ્યમાં હવે નવા ડીજીપીની કમાન કોને સોંપવામાં આવશે તે સવાલ ચર્ચાનો વિષય બન્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં રાજ્ય સરકારે ટાંક્યું હતું કે, ખુદ પી. પી. પાંડે આ પદ પરથી હટવાની રજૂઆત કરી છે. આ રજૂઆત બાદ સુપ્રીમ કોર્ટે મંજૂરી આપીને અરજીનો નિકાલ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે પૂર્વ આઈપીએસ જૂલિયો રિબેરો દ્ધારા પાંડેના કાર્યભારને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. અરજીમાં પાંડે ઈશરત જહા કેસમાં આરોપી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પી. પી. પાંડે 16 એપ્રિલ 2016થી ગુજરાત પોલીસના ઈનચાર્જ ડીજીપી હતા.
પીપી પાંડેય પછી હાલ ગીતા જોહરી અને પ્રમોદ કુમાર ડીજીપીની શ્રેણીમાં આવે છે. ફક્ત આ બે જ અધિકારીઓ છે જે હાલ ડીજીપીની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે.ગીતા જોહરી 1982 બેંચના ગુજરાત કેડરના આઇપીએસ છે.તેઓ ગુજરાતના પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -