શંકરસિંહે બીજું વચન પણ તોડ્યું, રાજકીય પાર્ટી બનાવવા અરજી, જાણો કોને કર્યા આગળ ? પુત્ર મહેન્દ્રસિંહ શું કરશે ?
બીજી તરફ શંકરસિંહની પાર્ટીમાં તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા નહીં જોડાય. મહેન્દ્રસિહંનાં નજીકના વર્તુળોમાંથી મળતા નિર્દેશો મુજબ મહેન્દ્રસિંહ વાઘેલા દિવાળી પહેલા જ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેશે. રાજકારણમાં હવે કદાચ પિતા-પુત્ર સામસામી પાર્ટીમાં મોરચા માંડે તેવા પણ સંજોગો ઉભા થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશંકરસિંહની નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે શંકરસિંહ વાઘેલા જન-વિકલ્પ મોરચાને હવે જન વિકલ્પ પાર્ટી તરીકે રાષ્ટ્રીય કક્ષાએ વિસ્તારશે. રાજકીય પાર્ટી બનાવીને વિધાનસભા ચૂંટણી લડવામાં આવશે. આ ઉપરાંત અન્ય નાના-મોટા પક્ષને સાથે લઇને જન વિકલ્પ મોરચાની રચના થશે.
જનવિકલ્પ પાર્ટીએ ચૂંટણી પંચની માન્યતા મેળવવાની અરજી કર્યાનું જાણવા મળે છે. ગત વિધાનસભામાં ઘાટલોડીયા બેઠક પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે ચૂંટણી લડેલા બાપુના અંગત સમર્થક રમેશભાઈ દુધવાળાના નામે જન વિકલ્પ મોરચાની રાજકીય પાર્ટી તરીકે નોંધણી માટે અરજી થઇ હોવાનું જાણવા મળે છે.
બાપુએ અહમદ પટેલને બદલે પોતાના પુત્રના વેવાઈ બળવંતસિંહ રાજપૂતને મત આપીને પહેલું વચન તો તોડી દીધું. એ પછી હવે બાપુ પોતાની રાજકીટ પાર્ટી સ્થાપીને બીજું વચન તોડે તેવા સંકેત મળી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાના આશિર્વાદથી રચાયેલા જન વિકલ્પ મોરચાને રાજકીય પાર્ટી બનાવવા સક્રિય બન્યા છે.
અમદાવાદઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપતી વખતે શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, પોતે રાજકારણમાંથી નિવૃત્ત નહીં થાય પણ સાથે સાથે પોતે કોઈ પાર્ટીમાં નહી જોડાય. એ વખતે બાપુએ રાજ્યસભાની ચૂંટણીમાં પોતે કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને મત આપશે તેવું વચન પણ આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -