ગુજરાતમાં પરમિટનો દારૂ-બીયર પીવો બનશે મોંઘો, જાણો કેટલા થશે ભાવ વધારો
વિદેશી દારૂ પરના આબકારી જકાતના દરોમાં તેમજ અન્ય ફીમાં વર્ષ 1999-2000 બાદ કોઇ ફેરફાર કરવામાં આવેલ નથી. આથી વિદેશી દારૂ ઉપરના આબકારી તેમજ ફીના હાલના દરોમાં વધારો કરાશે. (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત રાજ્ય નશાબંધી નીતિને વરેલું હોવા છતાં રાજ્યના પરમીટધારકોને, વિદેશી પ્રવાસીઓને-ટુરિસ્ટોને વિદેશી દારૂનું સેવન કરવાની પરવાનગી નિયત નિયમોને આધીન આપવામાં આવે છે અને તે માટે રાજ્યમાં આયાત થતા વિદેશી દારૂ ઉપર આબકારી જકાત અને અન્ય ફી વસૂલ કરવામાં આવે છે. જેમાંથી રાજ્યને વેરાકીય આવક પ્રાપ્ત થાય છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય નશાબંધીની નીતિને વરેલું રાજ્ય છે અને રાજ્યના સ્થાપનાકાળથી આ નીતિનો અમલ કરી રહેલ છે. ગુજરાત નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ અન્વયે રાજ્યમાં નશાબંધી નીતિનો અમલ કરવામાં આવે છે.
જ્યારે જનરલ લોકોને મળથા મળતા સ્પિરીટની આબકારી જકાત રૂપિયા 100 પ્રુ.લિ.થી વધારીને રૂપિયા 300 પ્રુ.લિ. કરવામાં આવ્યા છે. જ્યારે બિયર સ્ટ્રોંગ રૂપિયા 25 પ્રુ.લિ.થી વધારીને રૂપિયા 60 કરવામાં આવ્યા છે. બિયર માઈલ્ડ રૂપિયા 25 પ્રુ.લિ.થી વધારીને રૂપિયા 33 બલ્ક લિ. કરવામાં આવ્યા છે. જ્યારે વાઈન પરની જકાત રૂપિયા 100 પ્રુ.લિ.થી વધારીને રૂપિયા 300 પ્રુ.લિ. કરવામાં આવ્યા છે.
મિલિટરીને મળતા સ્પિરીટની આબકારી જકાત રૂપિયા 75 પ્રુ.લિ.થી વધારીને રૂપિયા 225 પ્રુ.લિ. કરવામાં આવ્યા છે. જ્યારે બિયર સ્ટ્રોંગ રૂપિયા 10 પ્રુ.લિ.થી વધારીને રૂપિયા 30 બલ્ક લિ. કરવામાં આવ્યા છે. બિયર માઈલ્ડ રૂપિયા 10 પ્રુ.લિ.થી વધારીને રૂપિયા 15 બલ્ક લિ. કરવામાં આવ્યા છે. જ્યારે વાઈન પરની જકાત રૂપિયા 70 પ્રુ.લિ.થી વધારીને રૂપિયા 225 પ્રુ.લિ. કરવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં દારૂની પરમિટ ધરાવતાં લોકો માટે માઠા સમાચાર છે. સરકાર દ્વારા પરમિટ પર મળતાં દારૂ, બિયર પર લેવામાં આવતા ટેક્સમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ એસ.ટી. કેન્ટીન દ્વારા મીલટ્રી પર્સોનલ માટે જે વિદેશી દારૂની આયાત કરવામાં તેમાં આબકારી જકાતના દરોમાં ઘરખમ વધારો કરાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -