આણંદ: બનેવીએ સાળાના કર્યા બે ટૂકડાં, 5 KM દૂરથી સાળાનું ધડથી અલગ થયેલું માથું મળ્યું, બનેવીએ શું કહ્યું, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશંકાના આધારે પોલીસે મિનેષની સઘન પૂછપરછ કર્યા બાદ તે ભાંગી પડ્યો હતો અને સમગ્ર ઘટનાને અંજામ તેણે જ આપ્યો હોવાની કબુલાત કરી હતી. આ દરમિયાન શનિવારે સાંજે ભરપેટ જમ્યા બાદ તે પોણા દસ કલાકે જાણે કંઈ બન્યું જ ન હોય તેમ લોકઅપમાં શાંતિથી સૂઈ ગયો હતો.
સામરખા ચોકડી પાસે પાણી પીવા જવાનું કહી અનિકેત રૂપિયા 5 લાખ લઈને ગુમ થયો છે તેવી સ્ટોરી શરૂમાં મિનેષે ઊભી કરીને સાસુ-સસરાને ગેરમાર્ગે દોર્યા હતા. જોકે, બે દિવસ સુધી ગુમશુદા પુત્રનો કોઈ પત્તો ન મળતાં તેમણે પોલીસ ફરિયાદ આપવા માટે જણાવ્યું હતું. જેમાં આપણે સાથે મળીને તેને શોધી કાઢીએ તેમ કહી પોલીસ ફરિયાદ ન આપવા માટે દબાણ કરતો હતો.
પોલીસ પૂછપરછમાં સાચવવા આપેલા રૂપિયા 9 લાખમાંથી આરોવી મિનેષ દોઢ લાખનું બાઈક લાવ્યો હતો અને રૂપિયા 50 હજાર અંગત વપરાશમાં વાપરી નાંખ્યા હતા. જોકે, પૈસા પરત ન આપવા માટે જ તેણે હત્યા કરી હોવાનું હાલ પોલીસ સમક્ષ કહી રહ્યો છે.
પરંતુ હત્યામાં વપરાયેલું ધારીયું, યુવકનો મોબાઈલ અને તેનું માથું મળી આવ્યું નહોતું. સવારે બનાવ સ્થળેથી સ્થાનિકોની મદદથી ધારીયું મળી આવ્યું હતું જ્યારે મોડી સાંજે બનાવના સ્થળેથી પાંચ કિમી દૂરથી તેનું માથું મળી આવ્યું હતું. જોકે, હજુ સુધી મોબાઈલ મળ્યો નથી. જેની શોધખોળ હજુ ચાલુ છે.
તેણે અઢી વીઘા જમીનના રૂપિયા 9 લાખ વપરાઈ ગયા હોય બપોરે સામરખા પાસેથી રૂપિયા 250માં ધારીયું ખરીદ્યા બાદ સાંજે અનિકેતને મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબુલાત કરી હતી. જેને પગલે ફાયરબ્રિગેડ દ્વારા શનિવારે બપોરથી સાંજ સુધી શોધખોળ હાથ ધરી હતી.
ઉમરેઠ તાલુકાના ભરોડા ગામના 24 વર્ષીય યુવક અનિકેત પટેલને તેના સગા બનેવી મિનેષ પટેલે ગત છઠ્ઠીના રોજ સાંજે સદાનાપુરા કેનાલ પાસે ધારીયાના ઘા મારી મોતને ઘાટ ઉતારી નાંખ્યો હતો. આ બનાવ બાદ ત્રણ દિવસ સુધી માથા વગરની લાશ કેનાલમાં તરતી હતી. જે લાશ શનિવારે સવારે રાવળાપુરા કેનાલમાંથી મળી આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરિયાદી બનેવી મિનેષની સઘન પૂછપરછ હાથ ધરી હતી.
આણંદ: આણંદના સદાનાપુરા કેનાલ પાસે બનેવીએ સાળાને ધારીયાનો એક ઝાટકો મારી રહેંસી નાંખ્યાના પાંચ દિવસ બાદ સામરખા સ્થિત ભૂતરડા કેનાલમાંથી સાળાનું માથું મળી આવ્યું હતું. આ દરમિયાન મોડી સાંજે હત્યાના બનાવ સ્થળથી પાંચ કિ.મી દૂરથી માથું મળી આવ્યું હતું. જ્યારે આ અગાઉ સવારે બનાવના સ્થળેથી ધારીયું મળી આવ્યું હતું. જે પોલીસે કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -