આણંદ: પૈસાની લાલચમાં બનેવીએ સાળાના કર્યા બે ટૂકડાં, માથુ અને ધડ અલગ-અલગ ફેંકી દીધા, જાણો પછી શું થયું
મૃતક યુવક અનિકેતને બેલ્જિયમ જવાનું હતું. બીએસસી પૂર્ણ કર્યા બાદ તે સતત તેની જ તૈયારીમાં વ્યસ્ત હતો. આ માટે તેણે થોડા સમય અગાઉ આઈએલટીએસની પરીક્ષા આપી હતી. જેમાં તેને સાડા છ બેન્ડ આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફરિયાદમાં તેણે પોતાનો સાળો પાણી પીવા જવાનું કહીને ગયા બાદ ગુમ થયાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસને શંકા જતા તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તે ભાંગી પડ્યો હતો અને ગુનાની કબુલાત કરી હતી.
સાળાની હત્યા બાદ આરોપી મિનેષ પટેલ તુરંત જ ભરોડા ગયો હતો અને તેના ગુમ થયાની જાણ કરી હતી. વધુમાં તેણે નાના સાળા સાથે તેને શોધવાનું નાટક પણ કર્યું હતું. આખરે, ગત આઠમીના રોજ તેણે આણંદ શહેર પોલીસ સ્ટેશને જઈને સામરખા ચોકડીથી મોટા સાળો ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ દરમિયાન તે પેશાબ કરવા માટે નજીકના ખેતરમાં ગયો હતો. બીજી તરફ અનિકેત કેનાલ બાજુ મોઢું રાખીને મોબાઈલ જોતો હતો. એ જ સમયે પાછળથી આવીને મિનેષને ઘારીયાનો એક ઘા માર્યો હતો. જેને કારણે યુવકનું માથું કપાઈ ગયું હતું. તેણે એ પછી યુવકના મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
અનિકેતના બનેવી મિનેષ પટેલે પોલીસને જણાવ્યું હતું કે, હત્યાના દિવસે સદાનાપુરા કેનાલ પાસે તે અનિકેતને લઈ ગયો હતો. જ્યાં તેણે પેશાબ કરવાનું બહાનું કાઢી પોતાનું એક્ટીવા કેનાલ પાસે ઊભું રાખ્યું હતું.
શુક્રવારે સાંજે સામરખા પાસેની કેનાલમાંથી માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો જે અનિકેતનો હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનામાં જમાઈની જ પોલીસે સઘન પૂછપરછ કરતા મિનેષે જ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબુલાત કરી હતી.
આ દરમિયાન ગત 6 તારીખના રોજ પાંચ લાખ અન્યને આપવાના હોઈ મિનેષે અનિકેતને સદાનાપુરા બોલાવ્યો હતો. જેને પગલે અનિકેત એક્ટીવા લઈને આવ્યો હતો. મોડી સાંજે સાડા સાત વાગ્યે જમાઈ મિનેષે તેમની સાસરીમાં આવીને જણાવ્યું હતું કે, અનિકેત પાણી પીવા જવાનું કહી ગુમ થયો છે.
આણંદ: આણંદના સામરખા પાસેની કેનાલમાંથી શુક્રવારે સાંજે માથા વગરની એક યુવકની લાશ મળી હતી. જેની તપાસ કરતા મૃતક યુવક ભરોડા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું અને તેની હત્યા રૂપિયા માટે તેના સગા બનેવીએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને પગલે આણંદ ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી જમાઈની ધરપકડ કરી હતી. ઉમરેઠ તાલુકાના ભરોડા ગામે રહેતા યોગેશભાઈ પટેલના સૌથી મોટા પુત્ર અનિકેતને વિદેશ જવાનું હોય તેમણે પોતાની અઢી વિઘા જમીન વેચી આવેલા રૂપિયા 9 લાખ સદાનાપુરા રહેતા જમાઈ મિનેષ પટેલને આપ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -