‘મટન ખાવાથી ઉર્દુ ના આવડે, તેમ જનોઈ પહેરવાથી બ્રાહ્મણ ન થવાય’, ભાજપના ક્યા નેતાએ કર્યો આ બફાટ, જાણો વિગતે
ભાજપની જાહેર સભામાં અમદાવાદના સાસંદ અને અભિનેતા પરેશ રાવલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે રાજકારણમાં ચૂંટણી જીત્યા બાદ મુદ્દા તો ઠીક પણ આખો માણસ બદલાઈ જાય છે, પરંતુ ભાજપે ક્યારે મુદ્દો બદલ્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વખતે કોંગ્રેસ હિન્દુત્વનો મુદ્દો આગળ કરીને ચૂંટણી લડી રહી છે. જે રાજ્યમાં વિકાસનો મુદ્દો અગ્રેસર હોય તે રાજ્યમાં વિકાસને છોડીને અન્ય મુદ્દાની ચર્ચા કેમ થવા લાગીએ સમજાતું નથી.
એટલે તેઓ ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરી શકશે નહીં. જો કોંગ્રેસે ગુજરાતમાં પ્રવેશ કર્યો તે આ ગુજરાત પહેલા જેવું ગુજરાત બની જશે, કરફ્યુ જોવા મળશે એટલું જ નહીં પરિવારની સલામતી પણ જોખમાશે એવું ફિલ્મ અભિનેતા અને અમદાવાદના સાંસદ પરેશ રાવલે જણાવ્યું હતું.
લાંબા સમયથી ગુજરાતની સત્તાથી દુર રહેલું કોંગ્રેસ આ વખતે હિન્દુત્વનો મુદ્દો ચૂંટણીમાં લઈને આવી છે. કોંગ્રેસના રાહુલ ગાંધી જનોઈ અને ટીંકો કરીને હિન્દુત્વનું ઢોંગ કરી કર્યા છે. પરંતુ તેમને ખબર નથી ગુજરાતની જનતા તેમને પારખી ગઈ છે.
સુરત: ગુજરાત વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 9 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું વોટિંગ થવાનું છે. જોકે અત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે જેમાં ઘણાં નેતાઓ તો વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા છે જેના કારણે ઘણી જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના સાંસદ અને બોલિવૂડના અભિનેતા પરેશ રાવલે સુરતમાં જાહેર સભા સંબોધતાં જણાવ્યું હતું કે મટન ખાવાથી ઉર્દુ આવડે અને જનોઈ પહેરવાથી બ્રાહ્મણ થવાય.

- - - - - - - - - Advertisement - - - - - - - - -