‘ઓખી’ વાવાઝોડાને કારણે આજે ગુજરાતનો દરિયો તોફાની બનશે, કેટલા કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડુ દક્ષિણ ગુજરાતમાં ત્રાટકવાની શક્યતા છે. જેમાં તે હજી દક્ષિણ ગુજરાતથી 750 કિમી દૂર છે તેવું કહેવાય છે. ત્યારે આજે ગુજરાતનો દરિયો દરિયો તોફાની બની રહેશે.
ઓખીને કારણે સોમવારે આખો દિવસ ગુજરાતના વિવિધ શહેરોમાં વાદળવાયું વાતાવરણ છવાયું હતું. જેમાં અમદાવાદના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ થઈ રહ્યો છે. રાજ્યોના અનેક વિસ્તારોમાં મોડીરાતથી ઝરમર વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટમાં પણ તેની અસર જોવા મળી છે.
અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘ઓખી’ વાવાઝોડાના કારણે ગુજરાતનો દરિયો તોફાની બનવાની શક્યતા સર્જાઈ રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘ઓખી’ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકી શકે છે અને 50થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
ઓખી વાવાઝોડું નજીક આવી રહ્યું છે ત્યારે જિલ્લા કલેક્ટર અજયપ્રકાશ દ્વારા પણ સાંજે તમામ વિભાગ ના મુખ્ય અધિકારીઓની તાકીદ ની બેઠક બોલાવેલી અને સંભવિત આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારી ની સમીક્ષા કરી હતી અને દરેક વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી.
વેરાવળ બંદરની 1898 ફિશીંગ બોટો દરિયામાં ગઈ હતી. જેમાંથ 1038 બોટ પરત આવી ગઈ છે. જ્યારે 860 બોટોને કોસ્ટગાર્ડની મદદથી જુદા જુદા બંદરો પર સહીસલામત લાંગરી દેવાઈ છે. તો વેરાવળ બંદર માં પણ તામિલનાડુની 51 જેટલી બોટો આવતા ફિશરીઝ વિભાગ દ્વારા આ પરપ્રાંતીય બોટોને વેરાવળ બંદર પર લંગારવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આગામી 48 કલાકમાં વાવાઝોડા અને વરસાદનો ખતરો હોવાથી લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામા આવી છે. તેમજ અધિકારીઓને આગામી 48 કલાક સુધી હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપ્યા છે. એનડીઆરએફની ટીમ પણ તૈનાત રાખી દેવામાં આવી છે.
ભાવનગર, અમદાવાદ, સુરત તરફથી આ ચક્રવાત પસાર થશે. સુરત પાસેના દરિયાકાંઠેથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં 870 કિલોમીટર દૂર રહેલું ઓખી વાવાઝોડું 5મીની મધરાત્રિએ ગુજરાતના દરિયાકાંઠાને સ્પર્શે તેવી સંભાવના છે. જેના કારણે ગુજરાત સરકારનું સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ‘ઓખી’ વાવાઝોડાના એલર્ટને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 6 ટીમ સુરત, નવસારી અને રાજકોટમાં તહેનાત કરી દેવામાં આવી છે. જ્યારે દરિયા કિનારે પણ ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. બનાસકાંઠાના વહીવટી તંત્રએ જિલ્લામાં 4થી 6 ડિસેમ્બર સુધી હાઈએલર્ટ જાહેર કર્યું છે. 4થી 7 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર ક્ષૈત્રમાં ભારેથી અતિભારે તીવ્રતાવાળું ઓખી વાવાઝોડું ત્રાટકવાની શક્યતાના કારણે ભારે પવન ફૂંકાવા સાથે હળવાથી ભારે વરસાદ પડશે.
દરિયામાં માછીમારી માટે ગયેલી ફિશીંગ બોટોને પરત આવી જવા અને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે અને નજીકના બંદરો પર સલામતી ખાતર પહોંચી જવા જણાવવામાં આવ્યું છે. વાવાઝોડાને કારણે ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. વાવાઝોડાથી ગુજરાતના સુરતની આજુબાજુના દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આજે મધરાતથી વાવાઝોડાની અસર શરૂ થાય તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -