અમદાવાદ: બેંક મેનેજરે કરી પત્નીની હત્યા, કેમ કરી પતીએ પત્નીની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
હત્યાને અકસ્માત મોતમાં ખપાવવા માટે તેણે લાશને ડ્રોઈંગરૂમમાંથી ઉપાડી બાથરૂમમાં લઈ લોહીના નિશાન મીટાવી પાડોશીઓને મદદ માટે બોલાવ્યા હતા. જોકે પાછળથી તેનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે જ્યારે તેની ધરપકડ કરી ત્યારે પણ તે દારૂના નશામાં ચૂર હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવસ્ત્રાપુરના પીઆઈ એમ.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપી અશેષ પત્નીની તબિયત સારી ન હોવાનો મેસેજ કરી ઓફિસે ગયો નહતો અને આખો દિવસ ઘરમાં બેસી ચિક્કાર દારૂ પીને બેસી રહ્યો હતો. જે મુદ્દે ઝઘડો થતાં તેણે તેની પત્નીની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપીને પોલીસે ધરપકડ કરી ત્યારે પણ તે દારૂના નશામાં ચૂર હતો.
અશેષને દરરોજ દારૂ પીવાની ટેવ હતી, જેને લઈને પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો. આ દરમિયાન મંગળવારે સાંજે આ જ મુદ્દે ફરી ઝઘડો થતાં દારૂના નશામાં આવેલ એવા અશેષે ધારદાર છરાનો ઘા તેની પત્ની પ્રોનીતા (ઉ.વ.29) પર કરતા તેનું મોત નિપજ્યું હતું.
વસ્ત્રાપુર મેનેજમેન્ટ એન્કલેવ પાસે સૂર્યવંશી ટાવરમાં બી 804માં રહેતા અને આશ્રમરોડ પર એક્ઝિમ બેંકની શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા મૂળ સિક્કિમના અશેષ ગુરુંગ ઉ.વ 34ની થોડા સમય પહેલાં જ ગૌહાટીથી અમદાવાદ બદલી થઈ હતી.
અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા એક્ઝિમ બેંકના બ્રાંચ મેનેજરે તેની દરરોજ દારૂ પીવાની કુટેવ બાબતે ઝઘડો કરતી પત્નીની ધારદાર છરાના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -