કોંગ્રેસે પ્રદેશ મહામંત્રી સહિત ક્યાં પાંચ નેતાને સસ્પેન્ડ કરી દીધા? મેવાણીએ ફરિયાદ કરતાં રાહુલે આપ્યો આદેશ?
હાઇકમાન્ડે એ વાતની પણ નોંધ લીધી છે કે, ઉમેદવાર-નિરીક્ષકોએ જે પક્ષવિરોધીઓના નામ આપ્યા હતાં તેમની સામે પગલાં લેવાયાં નહી. બલ્કે નાના ગજાના કાર્યકરોને નોટિસો આપીને દેખાડો કરાયો છે. એવા પણ આક્ષેપ થઇ રહ્યાં છે કે, મોટી માછલીઓને બચાવાઈ રહી છે જયારે નાની માછલીઓને શિકાર કરવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ સોમવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનારાં સામે કડક કાર્યવાહી કરવા હાઇકમાન્ડે આદેશ કર્યો છે છતાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ઢીલું વલણ અપનાવતાં ખુદ રાહુલ ગાંધીએ રિપોર્ટ મંગાવ્યો છે. તેના કારણે સોલંકીએ વધુ 82 પક્ષવિરોધીઓને નોટિસો ફટકારી ખુલાસો પૂછ્યો છે.
કોંગ્રેસનાં સૂત્રોના મતે, વિધાનસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિને કારણે ઘણાં ઉમેદવારોની જીતની બાજી હારમાં પરિણમી હતી. તેના કારણે ખફા રાહુલ ગાંધી આ પક્ષવિરોધીને બક્ષવાના મૂડમાં નથી. હાઇકમાન્ડે સૂચના આપી હોવા છતાંય પ્રદેશ પ્રમુખે હજુ સુધી આ મામલે કડકાઇ દાખવી ન હતી જેથી પ્રભારીએ પણ ખખડાવ્યાં હતાં.
કોંગ્રેસે સત્તાવાર રીતે આ અંગે કશું કહ્યું નથી. આ ઉપરાંત જગતસિંહ ચૌહાણ (દહેગામ) ડાંગના મુકેશ પટેલ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કોર્પોરેટર ગીતાબેન મેર અને હિંમતનગરના રણજીતસિંહ સોલંકીને પણ પક્ષમાં સસ્પેન્ડ કરી દેવાયા છે.
કોંગ્રેસે સત્તાવાર રીતે કશું કહ્યું નથી પણ કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીપીસીસીના જનરલ સેક્રેટરી મેલાજી ઠાકોર (વડગામ) સામે જીજ્ઞેશ મેવાણીએ પોતે ફરિયાદ કરી હતી. સોલંકીએ તેની સામે પગલાં ના લેતાં મેવાણીએ રાહુલ ગાંધીને ફરિયાદ કરતાં રાહુલે સૂચના આપતાં ઠાકોરને તગેડી મૂકાયા છે.
આ ઉપરાંત પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ પાંચ જણાંને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ પૈકી એક તો પ્રદેશ મહામંત્રી મેલાજી ઠાકોર છે અને તેમણે વડગામમાં કોંગ્રેસના ટેકાથી ઉમેદવારી નોંધવાનારા અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી સામે બાંયો ચડાવી હતી તેથી તેમને કાઢી મૂકાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -