ભાવનગર અકસ્માતમાં પિતાના મોત બાદ ત્રીજા ધોરણમાં ભણતાં પુત્રના આ શબ્દો સાંભળીને તમે પણ હતપ્રત થઈ જશો?
સામાન્ય રીતે શુભ અને અશુભ પ્રસંગે આપણે ત્યાં પત્ર લખવાનો રિવાજ છે. પરંતુ ટેક્નોલોજી અને સંદેશા વ્યવહાર વધવાની સાથે હવે આ પ્રથા લુપ્ત થતી જાય છે. અશુભ પ્રસંગ માટે લખાતો પત્ર કાળોતરી તરીકે ઓળખાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાર પુત્રીને પરણાવી હવે પાંચમી પુત્રીનો પ્રસંગ બાકી હતો ત્યાં જ ધીરૂભાઈ કાળનો કોળીયો બની ગયા. ધીરૂભાઈના ત્રીજા ધોરણમાં ભણતા સૌથી નાના પુત્ર સંજયને હજી મૃત્યુ એટલે શું? એની ખબર નથી ત્યારે તેણે કહ્યું હતું, ‘હા... પાછા થયા એટલે ભગવાનના ઘરે ગયા’ હવે ત્યાંથી મારા પપ્પાને પાછા આવતા તો બહુ વાર લાગશે ને?’
તેમના વૃદ્ધ પિતા માધાભાઈએ બે હાથ જોડી વિનવ્યા કે, ‘અંદર ઘરમાં જાણ ન થવા દેશો કે ધીરૂ હવે નથી.’ નવ સંતાનોના આ પિતા દાડીયું કરી, કાળી મજુરી કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. હજી 4થી તારીખે જ ધીરૂભાઈની એક પુત્રીનું વેવીશાળ કર્યું હતું.
ભાવનગર: રાજકોટ-ભાવનગર હાઈવે પર રંઘોળા નજીક જાનૈયાઓના બસને થયેલા અકસ્માતને કારણે રાજ્યભરમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. કુલ 31 લોકોનો ભોગ લેનાર આ અકસ્માતની ચર્ચા ચારેકોર ચાલી હતી. લગ્ન જેવો મંગળ પ્રસંગ માતમમાં ફેલાઈ ગયો હતો. જ્યારે અકસ્માતમાં 8 પુત્રી અને એક પુત્રના પિતા ધીરૂભાઈએ જાન ગુમાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -